________________
૧૦૪ |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
પ્રયુક્ત થતો હતો. વર્તમાનમાં પાખંડી શબ્દ નિંદામૂલક અર્થમાં પ્રયુક્ત થાય છે. ઢોંગીને પાખંડી કહે છે. પ્રાચીનકાળમાં પાખંડ કે પાખંડ શબ્દ સાથે નિંદાત્મક ભાવ જોડાયેલ ન હતો. પાંચમાં આરાના અંતે અન્ય ધર્મો નાશ પામે છે. રાધને :- રાજધર્મ. પ્રજાને હિંસાદિ કાર્યથી રોકવા દંડ-ન્યાયાદિ આપવા રૂપનિગ્રહ અને અહિંસા, વ્યાપારાદિ કાર્યમાં પ્રોત્સાહિત કરવા રૂપ અનિગ્રહાદિ રૂપ રાજાના ધર્મનો નાશ થાય છે. ગાયતે :- જાતતેજ એટલે અગ્નિ. જાત = જન્મ, ઉત્પત્તિ, તેજ = તેજસ્વી. ઉત્પત્તિ સમયથી જ અગ્નિ જાજ્વલ્યમાન હોવાથી અગ્નિને જાતતેજ કહે છે. અતિરૂક્ષ(લખા) અને અતિ સ્નિગ્ધ કાળમાં અગ્નિ ઉત્પન્ન થઈ શકતી નથી. અગ્નિને ઉત્પન્ન થવા રૂક્ષ-
સ્નિગ્ધ મિશ્રકાળની આવશ્યકતા રહે છે. પહેલા, બીજા અને ત્રીજા આરાના અંતિમ પલ્યોપમના આઠમા ભાગ પર્યત સ્નિગ્ધ કાળ હોય છે અને છઠ્ઠા આરામાં રૂક્ષકાળ હોય છે. તેથી તેમાં અગ્નિ સંભવે નહીં. ત્રીજા આરાના અંતિમ ભાગમાં અને ચોથા, પાંચમાં આરામાં અગ્નિ હોય છે. છઠ્ઠા આરાનો રૂક્ષકાળ શરુ થવાથી પાંચમાં આરાના અંતે અગ્નિ નાશ પામે છે. અગ્નિ નાશ પામવાથી રાંધવું વગેરે અગ્નિથી થતી પ્રત્યેક ક્રિયાનો પણ નાશ થાય છે.
— વર - ધર્માચરણ, ચારિત્રધર્મ. છઠ્ઠા આરામાં બિલમાં રહેતા મનુષ્યો ચારિત્ર ધર્મનું પાલન કરી શકતા નથી. પાંચમા આરાના અંતે શ્રાવક, શ્રાવિકાનો દેશવિરતિ ધર્મ અને સાધુ, સાધ્વીનો સર્વવિરતિ ધર્મ અર્થાત્ જૈન શાસન, ચતુર્વિધ સંઘ, જૈનધર્મ નાશ પામે છે.
પ્રસ્તુત સૂત્રમાં ગણધર્મ, પાખંડધર્મ, રાજધર્મ, અગ્નિ અને ચારિત્ર ધર્મના નાશનો ઉલ્લેખ છે. પરંપરા તથા ગ્રંથો અનુસાર પાંચમા આરાના અંતિમ દિવસે પ્રથમ પ્રહરે જૈન ધર્મ, બીજા પ્રહરે અન્ય ધર્મો, ત્રીજા પ્રહરે રાજધર્મ અને ચોથા પ્રહરેખાદર અગ્નિ વિચ્છેદ પામે છે. તે પ્રમાણે કથન છે.
આ સુત્રમાં ચારિત્રધર્મના નાશનું કથન છે. તેથી ઉપલક્ષણથી જણાય છે કે છઠ્ઠા આરામાં કેટલાક જીવોને સમ્યકત્વ રૂપ ધર્મ પ્રાપ્ત થતો રહેશે. અવસર્પિણી-દુઃષમદુઃષમા નામનો છઠ્ઠો આરો :१०७ तीसे णं समाए एक्कावीसाए वाससहस्सेहिं काले विइक्कंते अणंतेहिं वण्णपज्जवेहिं जाव परिहायमाणे-परिहायमाणे एत्थ णं दुसमदुसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउओ ! ભાવાર્થ :- સમયે અનંત વર્ણાદિ પર્યાયો હાનિ પામતાં પામતાં પાંચમા આરાના ૨૧,000 વર્ષ વ્યતીત થાય છે, ત્યારે દુષમદુષમાં નામના છઠ્ઠા આરાનો પ્રારંભ થાય છે. १०८ तीसे णं भंते ! समाए उत्तमकट्ठपत्ताए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ?