________________
બીજો વક્ષસ્કાર
અને
અને ઉતરતા આરે ૮ પાંસળીઓ હોય છે. આ કાળમાં હિંસા, અનૈતિકતાદિ દુર્ગુણો વૃદ્ધિ પામતા જાય છે ક્ષમા, , અહિંસાદિ ગુણોની હાનિ થતી રહે છે. ગુરુ-શિષ્ય પણ અવિનીત, અયોગ્ય અને અલ્પજ્ઞ થાય છે. बहुसमरमणिज्जे : – આ કાળમાં ગંગાકિનારે, ઉધાનોમાં, વૈતાઢયગિરિની કુંજો વગેરેમાં સમતલ અને રમણીય ભૂમિઓ જોવા મળે છે. પ્રથમ વક્ષસ્કારમાં ભરતક્ષેત્રના વર્ણનમાં લાબુવતુતે...વિશ્વમ બહુલે કહ્યું છે પરંતુ તેની સાથે વિરોધ થતો નથી. કારણ કે તે સૂત્રમાં બહુલતા શબ્દ છે. ઘણી જ ભૂમિ વિષમ હોય તેને લક્ષમાં રાખીને વિષમ વહુત્તે કહ્યું છે જ્યારે અહીં બહુસમરમણીય કહ્યું છે તે ઉદ્યાનાદિની સમભૂમિને લક્ષમાં રાખીને કહ્યું છે.
૧૦૩
સૂત્રગત ભવિષ્યકાળ–વર્તમાનકાળ પ્રયોગના હેતુ :– પ્રસ્તુત સૂત્રમાં પત્તિવખ્રિસ્ત જેવો ભવિષ્ય
કાલીન ક્રિયાપદનો પ્રયોગ છે. તે વક્તાની અપેક્ષાએ છે. વક્તા-ઉપદેષ્ટા ભગવાન મહાવીર સ્વામી તેમજ ગણધરો ચતુર્થ આરામાં થયા. તેઓ માટે પાંચમો આરો ભવિષ્ય હોવાથી 'પાંચમો આરો' શરૂ થશે તેમ ભવિષ્યકાલીન ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે અને આ જ સૂત્રમાં પાર્લેંતિ, તિવગેરે વર્તમાનકાલીન ક્રિયાપદો છે. પ્રત્યેક અવસર્પિણીના પાંચમાં આરાનું સ્વરૂપ એક સમાન જ હોય છે તે સૂચિત કરવા સૂત્રકારે વર્તમાનકાલીન ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે.
પાંચમા આરામાં મોક્ષગતિ :– પ્રસ્તુત સૂત્રગત 'સવ્વનુંવવાળમાં તિ' આ કથન ચોથા આરાના જન્મેલા અને પાંચમાં આરામાં મોક્ષ પ્રાપ્ત જીવોની અપેક્ષાએ સમજવું જોઈએ. પાંચમાં આરામાં જન્મેલા પાંચમાં આરામાં મોક્ષ પામી શકતા નથી. ચોથા આરામાં જન્મેલા પાંચમાં આરામાં મોક્ષે જઈ શકે છે. જેમ કે ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુસ્વામી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૩ વર્ષ અને સાડા આઠ મહિને પાંચમા આરાનો પ્રારંભ થયો અને ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમસ્વામી ૧૨ વર્ષે, સુધર્માસ્વામી ૨૦ વરસે અને જંબૂસ્વામી ૬૪ વર્ષે નિર્વાણ પામ્યા. આ અવસર્પિણી કાલમાં જંબુસ્વામી અંતિમ કેવળી થયા. જંબુસ્વામીના મોક્ષગમન પછી ૧૦ બોલ વિચ્છેદ થયા. (૧) પરમ અવધિજ્ઞાન (૨) મનઃપર્યવજ્ઞાન (૩) કેવળજ્ઞાન (૪ થી ૬) પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્ર (૭) પુલાક લબ્ધિ (૮) આહારક શરીર (૯) જિનકલ્પ (૧૦) ઉપશમ-ક્ષપક શ્રેણી.
पच्छिमे तिभागे :- અંતિમ ત્રીજો ભાગ. પાંચમો આરો ૨૧,૦૦૦ વર્ષનો છે. તેના ત્રણ ભાગ ૭,૦૦૦– ૭,૦૦૦ વર્ષના થાય છે. તેના બે ભાગ અર્થાત્ પાંચમાં આરાના ૧૪,૦૦૦ વર્ષ વ્યતીત થઈ જાય અને અંતિમ ત્રીજા ભાગના ૭,૦૦૦ વરસમાં સૂત્રોક્ત તત્ત્વોનો વિચ્છેદ થાય છે. તાત્પર્ય એ છે કે તે ૭,૦૦૦ વર્ષમાં છેલ્લા કોઈ વર્ષોમાં કે દિવસોમાં ગણ વ્યવસ્થા નાશ પામે, કોઈ સમયે સામાજિક વ્યવસ્થાઓ નાશ પામે, કોઈ સમયે અન્ય દાર્શનિકમતો અને કોઈ સમયે નિગ્રંથ ધર્મનો વિચ્છેદ થઈ જાય છે. આ રીતે ક્રમશઃ હાનિ થતાં અંતે છેલ્લે દિવસે બાદર અગ્નિનો વિચ્છેદ થાય છે.
જાળધર્મો :- ગણધર્મ. ગણ = સમુદાય, જ્ઞાતિ વગેરે, ધર્મ = તે તે જ્ઞાતિના વિવાહાદિ વ્યવહારો. પાંચમા આરાના અંતે જ્ઞાતિ વ્યવહારો વગેરે નાશ પામે છે.
બાસંડપમ્મે :- પાખંડધર્મો, અન્ય ધર્મો. પ્રાચીન કાળમાં અન્યમતના અનુયાયીઓ માટે પાખંડી શબ્દ