________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
| १०४ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्स ? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे भविस्सइ, से जहाणामए आलिंग पुक्खरे वा मुइंग-पुक्खरेइ वा जाव कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव ।
૧૦૨
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે કાળમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે ભરતક્ષેત્રનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય હોય છે. તે ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ હોય છે વગેરે વર્ણન જાણવું, યાવત્ ત્યાં સ્વાભાવિક અને મનુષ્યકૃત બંને પ્રકારના મણિઓ અને તૃણ વનસ્પતિઓ હોય છે.
१०५ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स मणुयाणं केरिसए आयारभाक्पडोयारे વળત્તે ?
गोयमा ! तेसिं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहुइओ रयणीओ उड्डुं उच्चत्तेणं, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं साइरेगं वाससयं आउयं पार्लेति, पालेत्ता अप्पेगइया णिरयगामी जाव सव्वदुक्खाणमंतं करेंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સમયે ભરત ક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે કાળમાં ભરતક્ષેત્રના મનુષ્યોને છ સંહનન અને છ સંસ્થાન હોય છે. તે મનુષ્યોની ઊંચાઈ અનેક હાથની હોય છે. તેઓ જઘન્ય અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ સાધિક સો વર્ષનું (બસો વર્ષ સુધીનું) આયુષ્ય ભોગવે છે. આયુષ્યને ભોગવીને તેમાંથી કેટલાક નરકાદિ ચાર ગતિઓમાં જાય છે અને કેટલાક સિદ્ધ થઈ સર્વ દુઃખનો અંત કરે છે.
१०६ तीसे णं समाए पच्छिमे तिभागे गणधम्मे, पासंडधम्मे, रायधम्मे, जायतेए धम्मचरणे य वोच्छिज्जिस्सइ ।
ભાવાર્થ :- તે કાળના અંતિમ ત્રીજા ભાગમાં ગણધર્મ-સામાજિક વ્યવહારો; વિવિધ ધાર્મિક મતો, પરંપરાઓ; રાજધર્મ; અગ્નિ અને ચારિત્ર ધર્મનો વિચ્છેદ થઈ જાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દુષમ નામના પાંચમાં આરાનું સ્વરૂપ દર્શન છે. ૨૧,૦૦૦ વર્ષના આ આરાના પ્રારંભમાં મનુષ્યોની ઊંચાઈ અનેક હાથની અર્થાત્ ૭-૧૦ રત્ની-હાથની અને અંતમાં એક હાથની, આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ્રારંભમાં સાધિક ૧૦૦ વર્ષ, અંતમાં ૨૦ વર્ષનું હોય છે. વૃત્તિકા૨ે સાધિક શબ્દથી ૩૦ વર્ષ ગ્રહણ કરી ૧૩૦ વર્ષનું આયુષ્ય કહ્યું છે. આ આરાના મનુષ્યોને પ્રારંભમાં ૧૬