________________
બીજી વક્ષસ્કાર
| ૧૦૧ |
પ્રમાણ અર્થાતુ ૨ થી ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હોય છે અને ઉતરતા આરે ૭ હાથની ઊંચાઈ હોય છે. આ આરાના પ્રારંભમાં મનુષ્યોનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વનું હોય છે, ઉતરતા આરે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦ વર્ષ અર્થાત્ ૨૦૦ વર્ષમાં કાંઈક ન્યૂન હોય છે. આ આરાના મનુષ્યો નરકાદિ ચારે ગતિ અને મોક્ષગતિ પ્રાપ્ત કરી શકે છે. આ આરામાં છ સંઘયણ અને છ સંસ્થાન હોય છે. આ આરાના પ્રારંભમાં ૩ર અને અંતે ૧૬ પાંસળીઓ હોય છે. આ યુગલિક કાળ નથી તેથી પ્રથમ આરામાં અસિ, મસિ, કૃષિ વિદ્યા, વેર-વિરોધ, રોગ ઉપદ્રવ વગેરે જે જે ભાવોનો નિષેધ હતો તે બધા ભાવો આ આરામાં અસ્તિત્વ ધરાવે છે.
વંશ - પિતા, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર વગેરે સંતાન પરંપરાને વંશ કહેવામાં આવે છે. આ સૂત્રમાં સંતાનરૂપ વંશનું ગ્રહણ કર્યું નથી. વંશ રૂદ્ર વંશ | વંશ પરંપરાની જેમ, વંશ સમાન એક પછી બીજા તેમ પ્રવાહરૂપે તીર્થકરાદિ થાય છે. જેમ એક સમય પછી બીજો સમય, એક આવલિકા પછી બીજી આવલિકા આવે છે અને સમયાદિનો પ્રવાહ ચાલુ રહે છે. તેમ ચોથા આરામાં તીર્થકર, ચક્રવર્તી અને બળદેવ, વાસુદેવ ક્રમશઃ એક પછી એક થાય છે, તેથી તેને તીર્થકરાદિ વંશ કહે છે. વીર વ - દશાઈ વંશ-વાસુદેવ વંશ, દશા શબ્દ દશા અને અર્ધ શબ્દના મેળથી નિષ્પન્ન થાય છે. અહં એટલે પૂજ્ય, પૂજનીય. જેઓની દશા-અવસ્થા પૂજનીય છે તેવા વાસુદેવ દશાર્ણ કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં ત્રણ વંશના કથન પછી "તેવાં સિલ્વર, ફારસ વજીવઠ્ઠી, બવ વનવા, નવ વાસુદેવા..." સૂત્રપાઠમાં બળદેવ અને વાસુદેવ બંનેનું ગ્રહણ હોવાથી 'દશાર વંશ'નો માત્ર વાસુદેવ વંશ, એવો અર્થ ન કરતા બળદેવ-વાસુદેવ વંશ અર્થ ગ્રહણ કર્યો છે અને બળદેવ મોટા ભાઈ હોવાથી પ્રથમ બળ દેવનો ઉલ્લેખ કર્યો છે.
પ્રથમ તીર્થકર અને પ્રથમ ચક્રવર્તી ત્રીજા આરાના અંતમાં થાય છે. તેથી ચોથા આરામાં શેષ ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ અને ૯ વાસુદેવ થાય છે. ઉપલક્ષણથી ૯ પ્રતિવાસુદેવ પણ થાય છે. પ્રતિવાસુદેવનો વાસુદેવ દ્વારા વધ થતો હોવાથી તેમની ગણના અહીં કરવામાં આવી નથી, તેવું વૃદ્ધોનું કથન છે. આ આરાના ૮૯ પક્ષ અર્થાત્ ૩ વર્ષ અને સાડા આઠ મહિના શેષ રહે ત્યારે ૨૪મા તીર્થંકર નિર્વાણ પામે છે.
દુઃષમા નામનો પાંચમો આરો:१०३ तीसे णं समाए एक्काए सागरोवमकोडाकोडीए बायलीसाए वाससहस्सेहिं ऊणियाए काले वीइक्कंते अणंतेहिं वण्णपज्जवेहिं तहेव जाव परिहाणीए परिहाय माणे-परिहायमाणे एत्थ णं दुसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! ભાવાર્થ - તે સમયે અનંત વર્ણાદિ પર્યાયો હીન થતાં થતાં ૪૨,૦૦૦ વર્ષ જૂની એક ક્રોડાકોડી સાગરોપમનો ચોથા આરો પૂર્ણ થાય છે ત્યારે દુષમા નામના પાંચમા આરાનો પ્રારંભ થાય છે.