________________
[ ૧૦૦ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભાવાર્થ – હે આયુષ્યમાનું શ્રમણ ! તે સમયે અનંત વર્ણાદિ પર્યાયનો ક્રમશઃ હ્રાસ થતાં બે ક્રોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો પૂર્ણ થાય છે ત્યારે દુઃષમસુષમા નામના ચોથા આરાનો પ્રારંભ થાય છે. १०१ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव मणीहिं तणेहिं य उवसोभिए, तं जहा- कत्तिमेहिं चेव अकत्तिमेहिं चेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે ભરતક્ષેત્રનો ભૂમિભાગ ઘણો સમતલ રમણીય અને ઢોલકના ચર્મ મઢિત ભાગ જેવો સમતલ હોય છે વગેરે વર્ણન જાણવું થાવ તે કૃત્રિમ અને અકૃત્રિમ મણિઓ અને તૃણોથી (તૃણ વનસ્પતિઓથી) સુશોભિત હોય છે. १०२ तीसे णं भंते ! समाए भरहे मणुयाणं केरिसए आयारभावपडोयारे पण्णत्ते?
गोयमा ! तेसिं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूई धणूइं उर्दू उच्चत्तेणं, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी आउयं पालेति । पालित्ता अप्पेगइया णिरयगामी जाव अप्पेगइया सव्वदुक्खाणमंतं करेंति ।
तीसे णं समाए तओ वंसा समुप्पज्जित्था, तं जहा- अरहंतवंसे, चक्कवट्टिवंसे, दसारवंसे । तीसेणं समाए तेवीसं तित्थयरा, इक्कारस चक्कवट्टि, णव बलदेवा, णव वासुदेवा समुप्पज्जित्था । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે(ચોથા આરાના) મનુષ્યોનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યોને છ પ્રકારના સંહનન અને છ પ્રકારના સંસ્થાન હોય છે. તેમની ઊંચાઈ અનેક ધનુષ્ય પ્રમાણ હોય છે. તેઓનું જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વનું આયુષ્ય હોય છે. આયુષ્ય પૂર્ણ કરીને તેઓ નરકાદિ ચાર ગતિઓમાં જાય છે અને કેટલાક સિદ્ધ થઈ સંપૂર્ણ દુઃખનો અંત કરે છે.
તે સમયે ત્રણ વંશ ઉત્પન્ન થાય છે–અહંતુ વંશ, ચક્રવર્તી વંશ અને દશાર(બળદેવ-વાસુદેવ) વંશ. તે કાળમાં ત્રેવીસ તીર્થકર, અગિયાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ ઉત્પન્ન થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દુષમસુષમા નામના ચોથા આરાનું સ્વરૂપ વર્ણન છે. આ આરો ૪૨,000 વર્ષ ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. આ આરાના પ્રારંભમાં મનુષ્યની ઊંચાઈ અનેક ધનુષ્ય