________________
બીજો વક્ષસ્કાર
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
ઈશાનેન્દ્ર
ચમરેન્દ્ર
બલીન્દ્ર
ચારે જાતિના દેવો
ચારે જાતિના દેવો
પ્રભુની ઉપરની ડાબી દાઢ ગ્રહણ કરે.
પ્રભુની નીચેની જમણી દાઢ ગ્રહણ કરે.
પ્રભુની નીચેની ડાબી દાઢ ગ્રહણ કરે.
અન્ય અંગોપાંગના અસ્થિ ગ્રહણ કરે.
નંદીશ્વર દ્વીપ પર નિર્વાણ મહોત્સવ ઉજવે.
નંદીશ્વરીપમાં દેવોના ઉત્સવ ઉજવવાના સ્થાનો :–
શક્રેન્દ્ર પૂર્વદિશાના અંજનક પર્વત ઉપર ઉત્સવ ઉજવે. ઈશાનેન્દ્ર ઉત્તરદિશાના અંજનક પર્વત ઉપર ઉત્સવ ઉજવે. ચમરેન્દ્ર દક્ષિણદિશાના અંજનક પર્વત ઉપર ઉત્સવ ઉજવે. બલીન્દ્ર પશ્ચિમ દિશાના અંજનક પર્વત ઉપર ઉત્સવ ઉજવે.
૯૯
બધા લોકપાલ દેવો દધિમુખ પર્વત ઉપર ઉત્સવ ઉજવે.
આ રીતે દેવો દ્વારા ઉજવાયેલા ભવ્ય નિર્વાણ મહોત્સવથી દેવાધિદેવની ત્રૈલોક્ય પૂજનીયતા અને દેવોની દેવાધિદેવ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિના ભાવો પ્રગટ થાય છે.
અષ્ટાલિકા મહોત્સવ ઃ– આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) આઠ દિવસીય ઉત્સવ. તીર્થંકરોના જન્મથી નિર્વાણ પર્યંતના મહત્વપૂર્ણ પ્રસંગો પૂર્ણ કરી દેવો નંદીશ્વર દ્વીપ ઉપર જઈ આઠ દિવસ સુધી ઉત્સવ ઉજવે છે (૨) દેવો દ્વારા ઉજવાતા ઉત્સવ માટે અષ્ટાહ્નિકા ઉત્સવ શબ્દપ્રયોગ રૂઢ થયેલો છે કારણ કે દરેક ઉત્સવ આઠ દિવસનો જ હોય, તેવું નથી.
રુંમળતો :- કુંભાગ્રશઃ કુંભ = ઘડો, અગ્ર = પરિમાણ, પ્રમાણશઃ = અનેક કુંભ પ્રમાણ, અનેક કુંભ જેટલા.
ભાર્ગો :- ભારાગ્રશઃ ભાર = ૨૦ તોલાનો ૧ ભાર અથવા એક પુરુષ જેટલું વજન ઉપાડી દૂર ફેંકી શકે તેટલા વજનને એક ભાર કહે છે. તેવા અનેકભાર પ્રમાણ.
અવસર્પિણી : દુઃષમસુષમા નામનો ચોથો આરો
१०० तीसे णं समाए दोहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कंते अनंतेहिं वण्णपज्जवेहिं जाव परिहायमाणे परिहायमाणे एत्थ णं दूसमसुसमा णामं समा काले पडिवज्जिसु समणाउसो !
--