________________
બીજો વક્ષસ્કાર
| १०५
गोयमा ! काले भविस्सइ हाहाभूए, भंभाभूए, कोलाहलभूए । समाणुभावेण य खरफरुसधूलिमइला, दुव्विसहा, वाउला, भयंकरा य वाया संवट्टगा य वाइंति, इह अभिक्खं धूमाहिति य दिसा समंता रउस्सला रेणुकलुसतमपडलणिरालोया, समय लुक्खयाए य णं अहियं चंदा सीयं मोच्छिहिंति, अहियं सूरिया तविस्संति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે (છઠ્ઠો) આરો પરાકાષ્ઠા પર પહોંચશે ત્યારે ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું डशे?
ઉત્તર- હે ગૌતમ! તે કાળ(છઠ્ઠો આરો) દુઃખથી પીડિત મનુષ્યોના હાહાકારના શબ્દથી વ્યાપ્ત થશે; પશુઓના ભાંભરવાના શબ્દથી વ્યાપ્ત થશે અને પક્ષી સમૂહના કોલાહલથી વ્યાપ્ત થશે. કાળના પ્રભાવે તે સમયે કઠોર, અતિ કઠોર, ધૂળ-રજથી મલિન, દુઃસહ્ય, વ્યાકુળતા ઉત્પાદક, ભયંકર, પદાર્થોને એક સ્થાનેથી બીજા સ્થાને ફેંકી દે તેવો સંવર્તક નામનો વાયુ વાશે; દિશાઓ સતત ધૂમનું વમન કરશે, દિશાઓ ધુમિત થશે. સર્વત્ર ધુળ-રજ છવાઈ જવાથી તે દિશાઓ ઘોર અંધકારના કારણે પ્રકાશ રહિત થશે.
કાળની રૂક્ષતાના કારણે ચંદ્ર અતિ ઠંડી વરસાવશે અને સૂર્ય અતિ તપશે અર્થાત્ કાળ અને શરીરની રૂક્ષતાના કારણે ચંદ્ર-સૂર્યની અતિ ઠંડી, અતિ ગરમી લોકોને પરિતાપ પહોંચાડશે. १०९ अदुत्तरं च णं गोयमा ! अभिक्खणं अरसमेहा विरसमेहा खारमेहा खत्तमेहा अग्गिमेहा विज्जुमेहा विसमेहा असणिमेहा अजवणिज्जोदगा वाहिरोग वेदणोदीरणपरिणामसलिला, अमणुण्णपाणियगा चंडाणिलपहततिक्खधारा-णिवातपउरं वासं वासिहिति ।
जेणं भरहे वासे गामं जाव जणवयं, चउप्पयगवेलए, खहयरे, पक्खिसंघे गामारण्ण-प्पयारणिरए तसे य पाणे, बहुप्पयारे रुक्ख गुच्छ गुम्मलय वल्लि पवालंकुर- मादीए तणवणस्सइकाइए ओसहिओ य विद्धंसेहिति ।
पव्वयगिरिडोंगरुत्थलभट्ठिमादीए य वेयङगिस्विज्जे विरावेहिति, सलिलबिलविसमगडणिण्णुण्णयाणि य गंगासिंधुवज्जाइं समीकरेहिति ।
ભાવાર્થ :- હે ગૌતમ ! ત્યાર પછી અમનોજ્ઞ રસવાળા અરસમેઘ; વિપરીત રસવાળા વિરસમેઘ; સાજીખાર જેવા ક્ષારયુક્ત જલવાળા ક્ષારમેઘ; ખાતર જેવા રસવાળા ખાત્રમેઘ; ખાટા રસવાળા ખટ્ટમેઘ; અગ્નિ સમ દાહકારી જલવાળા અગ્નિમેઘ; અતિ વિજળી પડે તેવા જલવાળા વિધુત્મઘ; વિષયુક્ત અને શસ્ત્ર જેવા પ્રાણઘાતક જલવાળા વિષમેઘ; જીવન નિર્વાહ માટે અયોગ્ય, કુષ્ટાદિ લાંબી બિમારી રૂપ વ્યાધિ જન્ય અને શૂળાદિ પ્રાણહારી બીમારી રૂપ રોગજન્ય, વેદનોત્પાદક જલવાળા તથા અપ્રિય-અમનોજ્ઞ