________________
બીજો વક્ષસ્કાર
| ९५
विमणा, णिराणंदा, अंसुपुण्णणयणा तित्थयरचिइगाए जावविउव्वंति, अगणिकायं उज्जालेंति, तित्थयस्सरीरगं गणहस्सरीरगाणि, अणगास्सरीरगाणि य झामेति । ભાવાર્થ - ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર વાયુકુમાર દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું – તીર્થકરની ચિતામાં, ગણધરોની ચિતામાં અને અણગારોની ચિતામાં વાયુની વિદુર્વણા કરો. અગ્નિ પ્રજવલિત કરો. તીર્થકરના શરીરને, ગણધરોના શરીરને તથા અણગારોનાં શરીરને અગ્નિ સંયુક્ત કરો. વાયુકુમાર દેવોએ ઉદાસ ભાવે, દુઃખિત ચિત્તે તથા અશ્નપૂર્ણ નેત્રે ચિતાઓમાં વાયુકાયની વિદુર્વણા કરી, અગ્નિકાયને પ્રજવલિત કરી તીર્થકરના શરીર, ગણધરોનાં શરીર તથા અણગારોનાં શરીર અગ્નિ સંયુક્ત કર્યા. |९५ तए णं से सक्के देविंदे देवराया ते बहवे भवणवइ जाव वेमाणिए देवे एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !तित्थयरचिइगाए जावअणगारचिइगाए अगुरु-तुरुक्कघयमधुं च कुंभग्गसो य भारग्गसो य साहरह । तए णं ते भवणवइ जाव भारग्गसो य साहरंति । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર ભવનપતિ યાવત વૈમાનિક આદિ દેવોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તીર્થકરની ચિતા, ગણધરોની ચિતા અને અણગારોની ચિતામાં અનેક કુંભ પ્રમાણ અને અનેક ભાર પ્રમાણઅગર, તગર, ઘી અને મઘ નાંખો, ત્યારે તે ભવનપતિ આદિ દેવોએ તીર્થકરની ચિતા, ગણધરોની ચિતા તથા અણગારોની ચિતામાં અનેક કુંભ પ્રમાણ અગર, તગર, ઘી અને મઘ નાખ્યું.
९६ तए णं से सक्के देविंदे देवराया मेहकुमारे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! तित्थयरचिइगं जाव अणगारचिइगं च खीरोदगेणं णिव्वावेह । तएणं ते मेहकुमारा देवा तित्थयरचिइगं जावणिव्वार्वेति। ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર મેઘકુમાર દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિયો ! તીર્થકરની ચિતાને ગણધરોની ચિતાને અને અણગારોની ચિતાને ક્ષીરોદકથી બુઝાવો. મેઘકુમારદેવોએ તીર્થકરની ચિતાને, ગણધરોની ચિતાને અને અણગારોની ચિતાને બુઝાવી. |९७ तए णं से सक्के देविंदे देवराया भगवओ तित्थयरस्स उवरिल्लं दाहिणं सकहं गेण्हइ, ईसाणे देविंदे देवराया उवरिल्लं वामं सकहं गेण्हइ, चमरे असुरिंदे, असुरराया हिट्ठिल्लं दाहिणं सकहं गेण्हइ, बली वइरोयणिंदे वइरोयणराया हिट्ठिल्लं वामं सकहं गेण्हइ, अवसेसा भवणवइ जाव वेमाणिया देवा जहारिहं अवसेसाई अंगमंगाई, केइ जिणभत्तीए, केइ जीयमेयं तिकटु केइ धम्मो त्ति कटु गेण्हति । ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર તીર્થકર ભગવાનની ઉપરની જમણી દાઢ ગ્રહણ કરી.