________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર ઉપરની ડાબી દાઢ ગ્રહણ કરી. અસુરેન્દ્ર અસુરરાજ ચમરે નીચેની જમણી દાઢ લીધી. વૈરોચનરાજ વૈરોચનેન્દ્ર બલીએ નીચેની ડાબી દાઢ લીધી. બાકીના ભવનપતિ, વૈમાનિક આદિ દેવોમાંથી કેટલાક દેવોએ જિનેન્દ્ર ભગવાનની ભક્તિથી, કેટલાકે પરંપરાનુગત જીત વ્યવહાર સમજીને અને કેટલાક દેવોએ આ આપણો ધર્મ છે તે પ્રમાણે માનીને યથાયોગ્ય અંગે-અંગનાં અસ્થિ ગ્રહણ કર્યા.
८६
९८ त णं से सक्के देविंदे देवराया बहवे भवणवइ जाव वेमाणिए देवे जहारिहं एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सव्वरयणामए, महइमहालए ओ इथू करेह, एगं भगवओ तित्थयरस्स चिइगाए, एगं गणहरचिइगाए, एगं अवसेसाणं अणगाराणं चिइगाए । तए णं ते बहवे जाव करेंति ।
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે ભવનપતિ યાવત્ વૈમાનિક આદિ દેવોને યથાયોગ્ય રૂપે આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! સર્વ રત્નમય વિશાળ ત્રણ સ્તૂપોનું નિર્માણ કરો. એક તીર્થંકર ભગવાનની ચિતાના સ્થાને, એક ગણધરોની ચિતાના સ્થાને અને એક બાકીના અણગારોની ચિતાના સ્થાને. તે ભવનપતિ વગેરે દેવોએ તે પ્રમાણે કર્યું.
९९ त णं ते बहवे भवणवइ जाव वेमाणिया देवा तित्थयरस्स परिणिव्वाणमहिमं करेंति, करेत्ता जेणेव णंदीसरवरे दीवे तेणेव उवागच्छंति । तए णं से सक्के देविंदे देवराया पुरत्थिमिल्ले अंजणगपव्वए अट्ठाहियं महामहिमं करेंति । तणं सक्कस्स देविंदस्स देवरायस्स चत्तारि लोगपाला चउसु दहिमुहपव्वएसु अट्ठाहियं महामहिमं करेंति ।
ईसाणे देविंदे देवराया उत्तरिल्ले अंजणगे अट्ठाहियं महामहिमं करेंति, तस्स लोगपाला चउसु दहिमुहेसु अट्ठाहियं महामहिमं करेंति ।
चमरो य दाहिणिल्ले अंजणगे, तस्स लोगपाला दहिमुहपव्वसु । बली पच्चत्थिमिल्ले अंजणगे, तस्स लोगपाला दहिमुहेसु ।
तए णं ते बहवे भवणवइ जाव अट्ठाहियाओ महामहिमाओ करेंति, करित्ता जेणेव साईं साइं विमाणाइं, जेणेव साइं साइं भवणाई, जेणेव साओ साओ सभाओ सुहम्माओ, जेणेव सया सया माणवगा चेइयखंभा तेणेव उवागच्छंति, उवागच्छित्ता वइरामएस गोलवट्ट समुग्गएसु जिण सकहाओ पक्खिवंति, पक्खिवित्ता अग्गेहिं वरेंहिं मल्लेहि य गंधेहि य अच्वेंति, अच्चेत्ता विउलाई भोगभोगाई भुंजमाणा विहरंति ।