________________
[ ૮૮
શ્રી જંબડીપ પ્રજ્ઞપ્તિ સત્ર
८२ उसभस्स णं अरहओ कोसलियस्स वीसं समणसहस्सा सिद्धा, चत्तालीसं अज्जिया-सहस्सा सिद्धा, सट्टि अंतेवासीसहस्सा सिद्धा । ભાવાર્થ :- કૌશલિક ઋષભ અહંતના ૨૦,000(વીસ હજાર) શ્રમણો, ૪0,000 (ચાલીસ હજાર) આર્યાઓ, સર્વ મળી ૬૦,૦૦૦(સાઠ હજાર) જીવો સિદ્ધ થયા. ८३ अरहओ णं उसभस्स बहवे अंतेवासी अणगारा भगवंतो- अप्पेगइया मास- परियाया, एवं जहा उववाइए सच्चेव अणगास्वण्णओ जाव उ8जाणू अहोसिरा झाणकोट्ठोवगया संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरति । ભાવાર્થ -ઋષભ અહંના ઘણા અંતેવાસી અણગાર ભગવંતોમાંથી કેટલાક એક માસની દીક્ષા પર્યાયવાળા હતા વગેરે વર્ણન ઉવવાઈસૂત્ર પ્રમાણે જાણવું યાવત ઊર્ધ્વ જાનુ, અધોશિર ધ્યાનકોષ્ઠોપગત સાધુઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. ८४ अरहओ णं उसभस्स दुविहा अंतकरभूमी होत्था, तं जहा- जुगंतकरभूमी यपरियायतकस्भूमी य, जुगंतकरभूमी जाव असंखेज्जाइं पुरिसजुगाइं परियायतकरभूमि अंतोमुहुत्तपरियाए अंतमकासी । ભાવાર્થ:- ઋષભ અહતની અંતકર ભૂમિ-કર્મોનો અંત કરનાર મોક્ષગામી જીવનો કાળ બે પ્રકારનો છે. (૧) યુગાન્તકરભૂમિ અને (૨) પર્યાયાન્તકરભૂમિ. યુગાન્તકરભૂમિ- તેમના મોક્ષ પ્રાપ્ત શિષ્યોની પરંપરા અસંખ્યાત પુરુષ પરંપરા સુધીની હતી અને પર્યાયાન્તકરભૂમિ-તેમના કેવળજ્ઞાન પર્યાય પછી મોક્ષ માર્ગ શરૂ થવાનો કાળ અંતર્મુહૂર્તનો હતો. | ८५ उसभेणं अरहा पंच उत्तरासाढे अभीइ छडे होत्था, तं जहा- उत्तरासाढाहिं चुए, चइत्ता गब्भं वक्कते, उत्तरासाढाहिं जाए, उत्तरासाढाहिं रायाभिसेयं पत्ते, उत्तरासाढाहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, उत्तरासाढाहिं अणंते अणुत्तरे जाव केवलवस्णाणदंसणे समुप्पण्णे, अभीइणा परिणिव्वुए । ભાવાર્થ – ઋષભ અહંતના જીવનની પાંચ મહત્ત્વપૂર્ણ ઘટના ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને એક અભિજિત નક્ષત્રમાં ઘટિત થઈ હતી. (૧) ચ્યવન ઉત્તરાષાઢા નક્ષત્રમાં સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાંથી ચ્યવી પ્રભુ મરુદેવી માતાની કુક્ષીમાં અવતર્યા (૨) ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો. (૩) ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાભિષેક થયો. (૪) ઉત્તરાષાઢા નક્ષત્રમાં મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી, અણગારપણામાં પ્રવ્રજિત થયા. (૫) ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત, અનુત્તર કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયું અને અભિજિત નક્ષત્રમાં પ્રભુનું નિર્વાણ થયું.