________________
બીજો વક્ષસ્કાર
૮૯ ]
८६ उसभे णं अरहा कोसलिए वज्जरिसहणाराय संघयणे समचउरस संठाणसंठिए, पंचधणुसयाई उ8 उच्चत्तेणं होत्था । ભાવાર્થ - કૌશલિક ભગવાન ઋષભ અહંતુ વજઋષભનારાચ સંહાન, સમચતુરસ સંસ્થાન અને પાંચસો ધનુષ્યની શરીરની ઊંચાઈવાળા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાનની સંઘ સંપદાનું પરિમાણ નિર્દિષ્ટ છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. ચૌદપર્વો:- ચૌદપૂર્વને ધારણ કરનારા ચૌદપૂર્વી કહેવાય છે. તેઓ સર્વાક્ષર સન્નિપાતી લબ્ધિના ધારક હોય છે. તેઓ સર્વ અક્ષરોના સન્નિપાત-સંયોગોના જ્ઞાતા હોય છે. તેઓ જિન નહીં પણ જિન સરીખા કહેવાય છે. તેઓ જિનની જેમ અવિતથ-સત્ય અર્થની પ્રરૂપણા કરે છે. ફિલત્તાબાળઅyત્તરોવવાફળ :- ગતિકલ્યાણ-પ્રાયઃ શાતા વેદનીયના ઉદયવાળા. દેવોની ગતિ કલ્યાણરૂપ હોવાથી તેઓ ગતિકલ્યાણ કહેવાય છે. ડિફાઇ જેઓની દેવાયુરૂપ સ્થિતિ કલ્યાણ રૂપ છે તે સ્થિતિ કલ્યાણ કહેવાય છે. આ સિમા-આગામી-દેવભવ પછીના મનુષ્યભવમાં જેઓનું મોક્ષ રૂપ કલ્યાણ થવાનું છે. આ ત્રણે વિશેષણોથી યુક્ત અનુત્તર વિમાનવાસી દેવો અનુત્તરોપપાતિક કહેવાય છે. પ્રસ્તુતમાં સૂત્રકારે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા સાધુઓને દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાથી અનુત્તરોપપાતિક કહ્યા છે. મંતળરમતી - અંતર = મોક્ષગામી, મોક્ષમાં જનાર જીવો, શ્રમિક કાળ. મોક્ષગામી જીવોનો કાળ બે પ્રકારનો કહ્યો છે. (૧) યુગાંતકરભૂમિ– યુગ = પાંચ પાંચ વર્ષના કાળને યુગ કહે છે. આ યુગરૂપીકાળ ક્રમિક છે. તે જ રીતે ગુરુશિષ્ય પરંપરા પણ ક્રમિક હોય છે તેથી સૂત્રકારે અહીં યુગ શબ્દથી ગુરુશિષ્ય પરંપરાનું ગ્રહણ કર્યું છે. મોક્ષગામી ગુરુ શિષ્ય, પ્રશિષ્યની પરંપરાનોકાળ તે યુગાંતકરભૂમિ કહેવાય છે. તીર્થકર પછી જ્યાં સુધી આચાર્ય પરંપરા મોક્ષને પ્રાપ્ત થાય, ત્યાં સુધીની કાલમર્યાદા તેમની યુગાંતકરભૂમિ કહેવાય છે. ઋષભદેવ સ્વામી પછી અસંખ્યાત પાટ પરંપરા સુધી જીવો મોક્ષને પામ્યા હતા. તેથી તેમની યુગાંતકરભૂમિ અસંખ્યાતકાલ છે. (૨) પર્યાયાંતકરભૂમિ- પર્યાય = કેવળ પર્યાય. ભગવાનના કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી, જેટલા સમય પછી જીવ મોક્ષે જાય તેની કાલમર્યાદા પર્યાયાંતકર ભૂમિ કહે છે અર્થાત્ પ્રભુના કૈવલ્ય પ્રાપ્તિ અને મોક્ષ માર્ગ શરૂ થવાના વચ્ચેના સમયને પર્યાયાંતકર ભૂમિ કહે છે. ઋષભદેવ સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારપછી એક અંતમુહૂર્ત મરુદેવા માતા મોક્ષે ગયા. તેથી તેમની પર્યાયાંતકરભૂમિ અંતર્મુહૂર્તકાળની છે. પંઘ ૩ત્તરસાદે અપી છદ્દે – ત્રષભ દેવ સ્વામીના જીવનની પાંચ મહત્વપૂર્ણ ઘટના ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને એક અભિજિત નક્ષત્રમાં થઈ હતી.
આગમમાં તીર્થકરના જીવનની જન્માદિ ઘટના માટે કલ્યાણક શબ્દનો પ્રયોગ જોવા મળતો નથી