________________
બીજો વક્ષસ્કાર
[ ૮૭ ]
૯) સૂરો રૂવ તેવલી - સૂર્ય પોતાના તેજથી નક્ષત્રાદિના તેજને હરે છે તેમ ભગવાન અન્યતીર્થિકોના તેજને હરી લેતા હતા. (૧૦) વિહોવ અપડવાની – પક્ષી કોઈપણ જાતના બંધન વિના સર્વત્ર ઉડે છે તેમ ભગવાન સર્વત્ર વિચરતા હતા. કર્મક્ષય માટે કોઈની અપેક્ષા રાખ્યા વિના સ્વબળે અનાર્ય દેશોમાં પણ વિચરતા હતા. (૧૧) સી ફેવ મીર:- સમુદ્ર અગાધ-અતલસ્પર્શી હોય છે. તેમ ભગવાન પણ ગંભીર હતા. તેના અનંતજ્ઞાનનો તાગ પામી શકાતો નહીં. તેમના અભિપ્રાયને કોઈ જાણી શકતા નહીં અથવા ભગવાન નિરૂપમ જ્ઞાની હોવાથી અન્યના દુશ્ચરિત્રો જાણવા છતાં, હર્ષ-શોકાદિના કારણોના સર્ભાવમાં પણ હર્ષાદિથી રહિત હતા. (૧૨) મંદો રૂવ કરે - મંદર પર્વત ભયંકર આંધીમાં, કલ્પાંતકાલીન સંવર્તક વાયરાથી પણ અકંપ રહે છે, અડોલ રહે છે તેમ ભગવાન ભયંકર ઉપસર્ગ પરીષહ સમયે અડોલ રહેતા હતા. (૧૩) પુદ્રવી રવ સંધ્યાવસરે – પૃથ્વી તેના પર થતાં સારા-નરસા સર્વ સ્પર્શને, સર્વ ક્રિયાઓને સહન કરે છે તેમ ભગવાન અનુકૂળ-પ્રતિકૂળ સ્પશોને સહન કરતા હતા. (૧૪) નીવો સવ પડિહાફ - જીવની ગતિ અપ્રતિબદ્ધ હોય છે. પર્વત, સમુદ્ર કે લોક ગત કોઈપણ પદાર્થ તેની ગતિને રોકી શકતા નથી તેમ ભગવાન પણ અન્યતીર્થિકો, પાખંડીઓથી પ્રતિઘાત પામતા ન હતા. પ્રતિબંધ – 'આ મારું છે' તેવો ભાવ જ બંધનરૂપ છે. આ મમકાર જ જીવને સંસારમાં જકડી રાખે છે, માતા, પિતાદિ કુંટુંબીજનો તથા ધન-ધાન્યાદિ દ્રવ્ય પ્રત્યેના મમત્વ ભાવને દ્રવ્ય પ્રતિબંધ, ગામાદિ ક્ષેત્ર પ્રત્યેના મમત્વભાવને ક્ષેત્રપ્રતિબંધ, દિવસ-રાત્રિ વગેરે કાળ પ્રત્યેના મમત્વભાવ તે કાળપ્રતિબંધ કહે છે. જેમ કે આ ઋતુ જ મને અનુકુળ છે, વગેરે. ક્રોધ, માન, હાસ્ય વગેરે દૂષિત ભાવોને ત્યાગે નહીં તે ભાવપ્રતિબંધ છે. ભગવાન ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત હતા. નીવિયમરણિરવ -જીવન-મરણની આકાંક્ષાથી રહિત હતા. ઇન્દ્રો, રાજાઓ આદિ પૂજા-સત્કાર કરે છે, તો વધુ જીવું, તેવી જીવનની અભિલાષા તથા પરીષહ-ઉપસર્ગ સમયે જલદી મરણ પામું તો આપત્તિઓથી મુક્તિ મળે' તેવી મૃત્યુની આકાંક્ષાથી રહિત હતા. જીવન અને મરણ બંને પ્રત્યે તેમને સમદષ્ટિ હતી.
આ રીતે ભગવાન 1000 વર્ષ સુધી કર્મના ક્ષય અર્થે સંયમનું પાલન કરતા વિચરતા રહ્યા. 2ષભદેવ સ્વામીને કૈવલ્યજ્ઞાન :
७१ तस्सणं भगवंतस्स एएणं विहारेणं विहरमाणस्स एगे वाससहस्से विइक्कते समाणे पुरिमतालस्स णगरस्स बहिया सगडमुहंसि उज्जाणंसिणिग्गोहवस्पायवस्स