________________
| ૮૨ |
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
તીર્થંકર પરમાત્માને વસ્ત્ર પાત્રાદિનો અભાવ હોવાથી ત્રીજી સમિતિ સંભવે નહીં પરંતુ દેવદૂષ્યની અપેક્ષાએ તે સમજવી. ગુપ્તિ - મન, વચન, કાયાનો નિરોધ તે મનોગુપ્તિ વગેરે કહેવાય છે. સમિતિ-ગુપ્તિ તફાવત :
પ્રવૃત્તિ: સતિયોગસાવૃત્તિનિરોષણાજુ : I સમિતિ સમ્પ્રવૃત્તિરૂપ છે જ્યારે ગુપ્તિ અસ–વૃત્તિના નિરોધ રૂપ છે. ભગવાનની ચૌદ ઉપમાઓ - ભગવાનની ઉચ્ચ પ્રકારની સાધક દશાનું વર્ણન સૂત્રકારે ચૌદ ઉપમા દ્વારા કર્યું છે. યથા(૧) સંમિશિન - શંખ શ્વેત હોય છે તેમ જીવને મલિન કરનાર કર્મોનો નાશ કરી પ્રભુ વિશુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા હતા. (૨) ગન્દરમિવ ગાયકવે - જાત્યકનક = શુદ્ધ સુવર્ણ. વિશોધિત, અન્ય કુધાતુઓથી અમિશ્રિત, ઉત્તમ સુવર્ણ જાત્યકનક કહેવાય છે તેમ પ્રભુ જાત રૂ૫ = રાગાદિ વિભાવ રહિત, નિર્મળ અને નિર્દોષ
સ્વરૂપ રમણતા રૂપ ચારિત્રના પ્રતિપાલક હતા. (૩) આરસમાજે રૂપાનમાવે - જે વસ્તુ જેવી હોય તેવું જ અરિસામાં પ્રતિબિંબ પડે છે તેમ ભગવાન અનિગૂહિત અભિપ્રાયવાળા અર્થાત્ માયાકપટ રહિત હતા. આંતરિક ભાવાનુસાર તેઓનો બાહ્ય વ્યવહાર હતો. (૪) ઉો વ ગુલિપ – જેમ કાચબો પોતાના ચાર પગ અને ગરદન આ પાંચ અવયવને પોતાની ઢાલમાં સંગોપિત કરી પોતાનું રક્ષણ કરે છે, તેમ ભગવાન પાંચે ય ઇન્દ્રિયોને વિષયોથી ગોપવતા હતા અર્થાત્ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત ન હતા. (૫) પુરપનિવવિવે:- કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી સંવર્ધિત થાય છે પરંતુ તે કાદવથી અને પાણીથી નિર્લેપ રહે છે. તેમ ભગવાન સ્નેહરૂપ લેપથી રહિત હતા. (૬) અનિવરિdવો - આકાશને જેમ કોઈ સહારો હોતો નથી, તે આલંબન રહિત હોય છે તેમ ભગવાન કુળ, ગામ વગેરેની નિશ્રાથી રહિત હતા. (૭) ળિને ફુવ વિITE:- વાયુ કોઈપણ સ્થાનના પ્રતિબંધ વિના સર્વત્ર વિચરણ કરે છે તેમ ભગવાન કોઈ એક ઘરમાં બંધાયેલા ન હતા. વસ્તી વગેરેમાં મમત્વ રહિત અપ્રતિબંધ વિહારી હતા. (૮) વો રુવ સોમવંશ – ચંદ્રનું દર્શન સર્વને પ્રિય છે, મન અને નેત્રને આલ્હાદકારી હોય છે તેમ ભગવાન સૌમ્ય સ્વરૂપી હતા. સર્વ જીવને આનંદ આપનાર હતા.