________________
બીજી વક્ષસ્કાર
ઋષભદેવનો રાજ્ય શાસન કાળ -ઋષભદેવ સ્વામી ૨૦ લાખ પૂર્વના થયા ત્યારે ઇન્દ્રોએ ઋષભદેવનો રાજ્યાભિષેક કર્યો અને ઋષભદેવ રાજા બન્યા. ૩ લાખ પૂર્વ સુધી તેઓએ રાજ્યનું પાલન કર્યું. આ સમયે યુગલિક કાળ સંપૂર્ણ રીતે સમાપ્ત થવાનો હોવાથી ઋષભરાજાએ પ્રજાને કર્મભૂમિ યોગ્ય અનેક કળાઓ શીખવાડી, પુરુષોને ૭ર અને સ્ત્રીઓને ૬૪ કળા શીખવાડી.
સિપલયં:- ઋષભરાજાએ ૧૦૦ શિલ્પ શિખવાડવ્યા. તેમાં મૂળ પાંચ શિલ્પ છે. તે પ્રત્યેકના ૨૦-૨૦ પ્રકારો હોવાથી સો શિલ્પ થઈ ગયા. મુળ પાંચ શિલ્પ આ પ્રમાણે છે
(૧) કુંભકત શિલ્પઃ- કલ્પવૃક્ષ દ્વારા આહાર પ્રાપ્તિ દુર્લભ બની ત્યારે ઋષભરાજાએ રસોઈ બનાવવાના સાધન રૂપ પાત્ર અને તેમાં પ્રથમ ઘટ નિર્માણ રૂપ શિલ્પનો ઉપદેશ આપ્યો. (૨) ચિત્રકૃત શિલ્પ – કાળના પ્રભાવે ચિત્રાંગ કલ્પવૃક્ષો નાશ પામ્યા ત્યારે ઋષભરાજાએ ચિત્ર શિલ્પનો ઉપદેશ આપ્યો. (૩) લોહકત શિલ્પ- રાજ્યવ્યવસ્થા વિકસાવતા રાજ્ય-પ્રજાના રક્ષણ માટે ક્ષત્રિય વર્ગ ઊભો થયો. આ ક્ષત્રિયો પ્રજાની રક્ષા માટે હાથમાં હથિયારો રાખવા લાગ્યા. તે માટે ઋષભરાજાએ લોહશિલ્પનો ઉપદેશ આપ્યો. (૪) તંતવાય શિલ્પ – વસ્ત્રો આપનારા 'અનાગ્નેય કલ્પવૃક્ષો નાશ પામ્યા ત્યારે ઋષભરાજાએ તંતુવાય(વણાટ) શિલ્પનો ઉપદેશ કર્યો.
(૫) નાપિત શિલ્પ :- કાળ પ્રભાવથી તે સમયે યુગલિકોના રોમ-નખ વધવા લાગ્યા. નખાદિથી તેઓને વ્યાઘાત ન થાય તે હેતુથી ઋષભરાજાએ નાપિત શિલ્પનો ઉપદેશ આપ્યો.
ત્રાષભદેવન રાજ્ય વિભાજન :- ઋષભદેવે દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે રાજ્યના 100 વિભાગ કરી ૧૦૦ પુત્રોને વહેંચી આપ્યા હતા. સૂત્રગત પુરસ શબ્દ 28ષભરાજાને ૧૦૦ પુત્ર હોવાનું સૂચન કરે છે પરંતુ ઋષભદેવના વિવાહ સંબંધી કોઈ ઉલ્લેખ આગમોમાં નથી. ગ્રંથકારો ઋષભદેવના વિવાહનું વર્ણન કરતાં જણાવે છે કે પ્રભુ છ લાખ પૂર્વના થયા ત્યારે ઇન્દ્ર-ઇન્દ્રાણીઓએ ઋષભકુમારના વિવાહ સુમંગલા અને સુનંદા નામની બે કન્યા સાથે કરાવ્યા હતા. તેમાં સુમંગલા પ્રભુની સાથે જન્મેલી કન્યા હતી અને સુનંદા નામની કન્યા સાથે જોડલે જન્મેલા બાળપુરુષનું તાડફળ પડવાથી મૃત્યુ થયું અને એકલી થઈ ગયેલી કન્યાને નાભિકુલકરે ઋષભકુમારની પત્ની થશે તેમ કહી સ્વીકારી અને ત્યાર પછી યોગ્ય વયે ઋષભકુમાર સાથે તેના વિવાહ કરાવ્યા. 28ષભ રાજાને સુમંગલા દ્વારા જોડલે જન્મેલા ૯૯ પુત્ર અને એક પુત્રી-બ્રાહ્મી તથા સુનંદા દ્વારા બાહુબલી નામક એક પુત્ર અને સુંદરી નામક એક પુત્રી, એમ ૧૦૦ પુત્ર અને ૨ પુત્રી, કુલ ૧૦૨ સંતાનની પ્રાપ્તિ થઈ હતી.
દીક્ષા ગ્રહણ પૂર્વે ઋષભરાજાએ પોતાના રાજ્યના ૧૦૦ વિભાગ કરી પ્રત્યેક પુત્રનો એક-એક રાજ્ય પર રાજ્યાભિષેક કર્યો.