________________
૭૬
મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાનો પરિત્યાગ કરી, અલગાર બન્યા.
વિવેચન :
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
પ્રસ્તુત સૂત્રમાં આદિ તીર્થંકર ઋષભદેવ સ્વામીના જન્મ, ગૃહવાસ અને દીક્ષાનું વર્ણન છે. ૠષભદેવનો જન્મ :– નાભિ કુલકર અને મરુદેવા યુગલિક હોવા છતાં મિશ્રકાળના પ્રભાવે અનેક વર્ષોનું આયુષ્ય અવશેષ હતું ત્યારે, જયાં વિનીતા નગરી વસવાની હતી, તે ભૂમિ પર ઋષભદેવનો યુગલરૂપે જન્મ થયો. ૬૪ ઈન્દ્રોએ મેરુપર્વત પર પ્રભુનો જન્માભિષેક કર્યો.
ઋષભદેવના અપરનામો :– ઋષભદેવની વિવિધ વિશેષતાના કારણે તેમના અન્ય નામો પ્રચલિત થયાં છે. તે આ પ્રમાણે છે–
કૌશલિક :– કોશલ દેશની ભૂમિમાં જન્મ થયો હોવાથી પ્રભુ કૌશલિક નામથી પ્રસિદ્ધ થયા.
પ્રથમ રાજા ઃ– આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરાના બે ભાગ અને ત્રીજા ભાગના તમ પલ્યોપમના આઠમા ભાગ પર્યંત રાજા-પ્રજા કે સ્વામી-સેવકના કોઈ ભેદ ન હતા. કુલકરના સમયમાં પણ રાજ્ય વ્યવસ્થા ન હતી. આ અવસર્પિણી કાળમાં અભિષેક કરાયેલા પ્રથમ રાજા ઋષભદેવ થયા.
પ્રથમ જિન ઃ– રાગ-દ્વેષને જિતે તે જિન કહેવાય. મોહનીયકર્મ સંપૂર્ણ ક્ષય પામે તે જિન. ૠષભદેવ સ્વામી ૧૦મા ગુણસ્થાનના અંત સમયે મોહનીયનો ક્ષય કરી, આ અવસર્પિણીના પ્રથમ જિન થયા.
વૃત્તિકારે જિનથી મન:પર્યવર્જિન ગ્રહણ કર્યા છે. તીર્થંકરો દીક્ષા લે તે સમયે જ તેમને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઋષભ દેવ દીક્ષા ગ્રહણ કરી પ્રથમ મનઃપર્યવ જિન થયા અને દીક્ષા ગ્રહણ કરતાં પ્રથમ સાધુ થયા.
પ્રથમ કૈવળી :– ચાર ઘાતિ કર્મનો સર્વથા ક્ષય થાય ત્યારે તે જીવ કેવળી કહેવાય છે. ૧૨મા ગુણસ્થાનના અંતે જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મનો ક્ષય કરી ઋષભદેવ પ્રથમ કેવળી થયા.
પ્રથમ તીર્થંકર :– તીર્થંકર નામ કર્મના ઉદયે જીવ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચાર તીર્થની સ્થાપના કરે છે. તે તીર્થ સ્થાપકને તીર્થંકર કહે છે. ઉત્સર્પિણી કાળના અંતિમ તીર્થંકરના શાસન વિચ્છેદ પછી ભરતક્ષેત્રમાં શાસનનો અભાવ હતો, તેવા સમયે ઋષભદેવ સ્વામીએ શાસન સ્થાપી તીર્થ પ્રવર્તાવ્યું. તેથી તેઓ પ્રથમ તીર્થંકર કહેવાયા.
પ્રથમ ચક્રવર્તી :– જેમ ચક્રવર્તી ચારે દિશાના અંત પર્યંતનું રાજ્ય ભોગવે છે. તેથી તે ચાર્લરન્ત ચક્રવતી કહેવાય છે. તીર્થંકરો ચાર ગતિનો, ક્રોધાદિ ચાર કષાયનો અંત કરતા હોવાથી અથવા અંત એટલે અવયવ (અોડવવને સ્વએ પ– હેમચંદ્ર કોષ) દાનાદિ ચાર અવયવ જેના છે તેવા ધર્મ રાજ્ય, આત્મ રાજ્યનો ભોગવટો કરતાં હોવાથી, ચાતુરન્ત ચક્રવર્તી કહેવાય છે. તે સમયમાં ઋષભદેવ પ્રથમ ધર્મવર ચાતુરન્ત ચક્રવર્તી થયા.