________________
બીજી વક્ષસ્કાર
૭૫ ]
મંગલમય શુભ વચન બોલનારા મુખ માંગલિકો, સ્તુતિ, બિરુદાવલી ગાનારા ભાટ ચારણો, પોતાના ખંભા ઉપર પુરુષોને બેસાડનારા વર્ધમાનકો, કથાકારો, વાંસ ઉપર ચઢીને ખેલ દેખાડનારા લંખો, ચિત્રપટ બતાવી આજીવિકા ચલાવનારા મંખો, ઘંટ વગાડનારા ઘંટિક પુરુષો વગેરે, ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોરમ, ઉદાર, કલ્યાણકારી, નિરુપદ્રવી, પવિત્ર, મંગલકારી, શબ્દાલંકાર-અર્થાલંકારયુક્ત, હૃદયગમ્ય, હૃદયને પ્રફુલ્લિત કરનારી, કાન તથા મનને શાંતિ દેનારી, પુનરુક્તિ દોષ રહિત, સેંકડો અર્થવાળી, વાણી વડે નિરંતર અભિનંદન કરતાં, સ્તુતિ, પ્રશંસા કરતાં અને તે નિંદા ! આનંદદાતા ! આપનો જય થાઓ. હે ભદ્રા! કલ્યાણકાર! આપનો જય થાઓ. આપ ધર્મના પ્રભાવથી પરીષહો અને ઉપસર્ગ સમયે નિર્ભય રહો. સિંહાદિ ભયને ભયાવહ તથા ઘોર, હિંસક પ્રાણી દ્વારા કરવામાં આવતા ઉપદ્રવોને ક્ષમાપૂર્વક સહન કરો, આપની ચારિત્રધર્મની આરાધના નિર્વિઘ્ન રહો. આ પ્રમાણે બોલતા વારંવાર પ્રભુનો સત્કાર અને સ્તુતિ પ્રશંસા કરતા હતા. ६६ तए णं उसभे अरहा कोसलिए णयणमाला-सहस्सेहिं पिच्छिज्जमाणे पिच्छिज्जमाणे एवं जहा उववाइए जाव आउलबोलबहुलं णभं करेंते विणीयाए रायहाणीए मज्झमज्झेणं णिग्गच्छइ, णिगच्छित्ता आसियसंमज्जियसित्तसुइकपुप्फोवयास्कलिय सिद्धत्थवणविउलरायमग्गं करेमाणे हयगयरहपहकरेण पाइक्क चङकरेण य मंद मंदयं उद्ध्यरेणुयं करेमाणे-करमाणे जेणेव सिद्धत्थवणे उज्जाणे, जेणेव असोगवस्पायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता असोगवस्पायवस्स अहे सीयं ठवेइ, ठवित्ता सीयाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता सयमेवआभरणालंकारं ओमुयइ, ओमुइत्ता सयमेव चाहिं मुट्ठीहिं लोयं करेइ, करित्ता छटेणं भत्तेणं अपाणएणं आसाढ हिं णक्खत्तेणं जोगमुवागएणं उग्गाणं, भोगाणं राइण्णाणं, खत्तियाणं चाहिं सहस्सेहि सद्धिं एगं देवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । ભાવાર્થ :- ત્યારપછી કૌશલિક ઋષભ અહંતુ નાગરિક જનોની હજારો નેત્રપંક્તિઓથી વારંવાર નિહાળાતા ઔપપાતિક સુત્ર વર્ણિત કોણિક રાજાના નિર્ગમનની જેમ વિનીતા રાજધાનીના મધ્યમ માર્ગથી નીકળ્યા. પહેલા સુગંધિત જળ છંટાયેલા, સાફ કરાયેલા, ફરી સુરભિ જળથી સિંચિત, અનેક જગ્યાએ પુષ્પો વડે સુશોભિત કરાયેલા સિદ્ધાર્થવન તરફ જતા રાજમાર્ગ ઉપર તેઓ ચાલ્યા. તે સમયે ઘોડા, હાથી, રથ, પાયદળ- સૈનિકોના ચાલવાથી જમીન ઉપર જામેલી ધૂળ ધીમે-ધીમે ઉપર ઊડી રહી હતી. તે પ્રમાણે ચાલતા તેઓ જ્યાં સિદ્ધાર્થવન ઉદ્યાન હતું, જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું, ત્યાં આવ્યા. અશોક વૃક્ષ નીચે શિબિકાને ઊભી રખાવી, શિબિકા ઊભી રહેતા ઋષભરાજા તેમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને સ્વયં અલંકારો ઉતાર્યા. અલંકાર ઉતારીને સ્વયં ચાર મુષ્ટિઓ દ્વારા(ચતુર્મુષ્ટિક પ્રમાણ મસ્તકના) વાળ નો લોચ કર્યો અને ચોવિહાર છઠની તપસ્યા સહિત ઉત્તરાષાઢા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થયો તે સમયે ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય કુળના ૪000 પુરુષો સહિત તથા દેવ પ્રદત્ત દિવ્ય વસ્ત્ર ગ્રહણ કરી,