________________
[
૭૮ ]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થાના + ૩ લાખ પૂર્વ રાજ્યાવસ્થાના = ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહી ઋષભરાજા દીક્ષા લેવા તત્પર બન્યા. વર્ષીદાન અને દીક્ષા યાત્રા - તીર્થકરો દીક્ષા ગ્રહણ કરે તે પૂર્વે વાર્ષિક દાન આપે છે. ત્રીજા આરાના કારણે યાચકોના અભાવમાં ઋષભરાજા પરિવારના લોકોને દાન આપી; સોનું, ચાંદી વગેરેનો ત્યાગ કરી; દેવો, અસુરો, મનુષ્યોના સમૂહથી ઘેરાયેલા; હજારો લોકોના અભિવાદન અને અભિનંદનને ઝીલતા સુદર્શના નામક શિબિકા દ્વારા સિદ્ધાર્થ નામના દીક્ષાવનમાં પહોંચ્યા. જયજય નંદાઃ જય જય ભદ્રા - નંદ એટલે આનંદ, સમૃદ્ધિ. અહીં નંદ શબ્દ સંબોધન સૂચક છે. હે સમૃદ્ધિ શાલિન ! હે આનંદ દાતા ! ભદ્રા એટલે કલ્યાણ કે કલ્યાણકારી. હે કલ્યાણકારી ! આપનો જય
થાઓ.
વહં મુકીર્દિ તો.... - સિદ્ધાર્થ વનમાં અશોકવૃક્ષ નીચે ઋષભરાજાએ સર્વાલંકારનો ત્યાગ કરી, ચાર મુષ્ટિ લોન્ચ કર્યો. પ્રથમ એક મુષ્ટિ દ્વારા દાઢી-મૂછના વાળોનું લુચન કર્યું. ત્રણ મુષ્ટિ પ્રમાણ માથાના વાળનું લુચન કર્યું. એક મુષ્ટિ પ્રમાણ વાળ હજુ મસ્તક પર શોભી રહ્યા હતા ત્યારે ઇન્દ્ર વિનંતી કરી કે મારા પર અનુગ્રહ કરી એક મુષ્ટિ કેશ રહેવા દો. પ્રભુએ તે વાત માન્ય કરી એક મુષ્ટિ પ્રમાણ વાળનું લંચન ન કર્યું. આ કારણથી સૂત્રમાં ચતુર્મુષ્ટિ લોચનું વિધાન છે. સામાન્ય નિયમ મુજબ સાધુઓ પંચમુષ્ટિ લોચ જ કરે છે.
દેવદુષ્ય :- તીર્થકરો દીક્ષા ગ્રહણ કરે તે સમયે ઇન્દ્ર પ્રભુના ડાબા ખભે વસ્ત્ર સ્થાપિત કરે છે. તે દેવદૂષ્ય કહેવાય છે. તીર્થકરો આ દેવદૂષ્યને પોતાના હાથે દૂર કરતા નથી અને જો સ્વયંમેવ પડી જાય, શરીર પરથી સરી જાય તો ઉપાડીને પાછું શરીર પર સ્થાપિત કરતા નથી.
રષભ દેવ સ્વામીની સંયમ સાધના :६७ उसभे णं अरहा कोसलिए संवच्छर साहियं चीवरधारी होत्था, तेण परं अचेलए । जप्पभिई च णं उसभे अरहा कोसलिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, तप्पभिई च णं उसभे अरहा कोसलिए णिच्चं वोसट्टकाए, चियत्तदेहे जे केइ उवसग्गा उप्पज्जंति, तं जहा- दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा पडिलोमा वा अणुलोमा वा तत्थ पडिलोमा- वेत्तेण वा जाव कसेण वा काए आउट्टेज्जा; अणुलोमा- वंदेज्ज वा जाव पज्जुवासेज्ज वा, ते सव्वे सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ । ભાવાર્થ - કૌશલિક ઋષભ અહંતુ સાધિક એક વરસ સુધી વસ્ત્રધારી રહ્યા, ત્યારપછી નિર્વસ્ત્ર થયા. કૌશલિક ઋષભ અહંતુ જ્યારથી ગૃહસ્થાવસ્થાને ત્યાગી શ્રમણધર્મમાં પ્રવ્રજિત થયા ત્યારથી તેઓ વ્યુત્કૃષ્ટ