________________
[
૭૩ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
તે સમયના મનુષ્યો મકાર-"માકુરુ–નહીં કરો, આવું ન કરો" આટલું કહેવા રૂપ દંડથી લજ્જિતાદિ બની, વિનયથી નમ્ર બની જાય છે.
६३ तत्थ णं, चंदाभपसेणझ्मरुदेवणाभिउसभाणं एतेसि णं पंचण्हं कुलगराणं धिक्कारे णाम दंडणीई होत्था । ते णं मणुया धिक्कारेणं दंडेणं हया समाणा लज्जिया जाव विणयोणया चिटुंति । ભાવાર્થ :- તેમાંથી ચંદ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ, આ પાંચ કુલકરોની ધિક્કાર નામની નીતિ હોય છે. તે સમયના મનુષ્યો "ધિક્કાર, તને ધિક્કાર છે." આટલું કહેવા રૂપ દંડથી અભિહત, લજ્જિતાદિ થઈને, વિનયથી નમ્ર બની જાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગના અંતિમ પલ્યોપમના આઠમા ભાગમાં થતાં કુલકરોના કાર્યનું દિગ્દર્શન છે. ભરત ક્ષેત્રમાં કાળનું પરિવર્તન થતું હોવાથી ૩ આરા સુધી યુગલ ધર્મ હોય છે. ત્રીજા આરાના અંતભાગમાં યુગલધર્મ પૂર્ણ થઈ, કર્મભૂમિકાળ શરુ થાય છે. તે સમયે વ્યવસ્થા માટે કુલકરોની ઉત્પત્તિ થાય છે. કુલકર - યુગલિક કુલ(સમૂહ)ના અધિપતિને કુલકર કહે છે. તેઓ લોક વ્યવસ્થાપક હોય છે. તેઓ યુગલિકના કુલોની રચના કરે છે તેથી કુલકર કહેવાય છે. તે સમયે કાળના પ્રભાવે કલ્પવૃક્ષની સંખ્યા અને ફળ આપવાની શક્તિ ઘટવા લાગે છે અને યુગલિકોમાં લોભ તથા મમત્વ ભાવની વૃદ્ધિ થવા લાગે છે. તેઓ કલ્પવૃક્ષ ઉપર માલિકી ભાવ જમાવવા પ્રયત્નશીલ બની જાય છે. તેથી તેઓ વચ્ચે નીતિનાશક વિવાદ અને કલહ શરૂ થઈ જાય છે. તે સમયે કુલકરો યુગલિકો વચ્ચે કલ્પવૃક્ષનું વિભાજન કરી આપે છે અને દંડનીતિના પ્રયોગ દ્વારા તેઓના વિવાદ અને કલહને દૂર કરી શાંતિ સ્થાપે છે. કલકરોની દંડનીતિ - કલકરોને કઠોર દંડનીતિનો પ્રયોગ કરવો પડતો નથી. ઉપાલંભના એકાદ વાક્યથી તે યુગલિકો લજ્જા પામી, ફરી કદાપિ તે નીતિનું ઉલ્લંઘન કરતા નથી જેમ અશ્વને ચાબુક મારવાથી પીડા થાય તેમ આ ઉપાલંભ વાક્યથી યુગલિકો પીડા પામે છે. તેમના વ્યવહારમાં ત્રણ નીતિનો પ્રયોગ થાય છે. (૧) હકાર દંડનીતિઃ - અપરાધી પ્રતિ "હા, આ શું કર્યું? આ ઉપાલંભ વાક્યરૂપ દંડ આપવાને 'હકાર' દંડનીતિ કહે છે. પ્રથમના પાંચ કુલકર પર્યત આ દંડનીતિથી જ વ્યવસ્થા જળવાઈ રહે છે. પછી તેનું ઉલ્લંઘન થવા લાગે છે. (૨) મકાર દંડનીતિ:- અપરાધી પ્રતિ 'મા કુરુ–આમ ન કરો" આવા ઉપાલંભ વાક્ય રૂ૫ દંડ આપવાને મકાર દંડનીતિ કહે છે. તેઓ સ્વલ્પ અપરાધ માટે હકાર અને મોટા અપરાધ માટે મકાર દંડનીતિનો પ્રયોગ કરે છે. મધ્યના પાંચ કુલકર પર્યત આ બંને દંડનીતિ ચાલુ રહે છે પછી તેનું પણ ઉલ્લંઘન થવા લાગે છે.