________________
બીજો વક્ષસ્કાર
|
૭૧
|
ત્રીજા આરાનો અંતિમ ત્રીજો ભાગ :- આ અંતિમ ત્રીજા ભાગના અંતિમ પલ્યોપમના આઠમા ભાગમાં પુગલના વર્ણાદિ ગુણોની અક્રમિક અને અનિશ્ચિતરૂપે શીધ્ર અતિ હાનિ થાય છે. આ કાળ, યુગલકાળ અને કર્મભૂમિકાળનો મિશ્રણકાળ છે. આ સમયમાં કલ્પવૃક્ષની સંખ્યા અને ફળ આપવાની શક્તિ ક્રમશઃ ઓછી થઈ જાય છે. યુગલ વ્યવસ્થામાં ફેરફાર થવા લાગે છે. આ આરાનો ૮૪ લાખ પૂર્વ જેટલો સમય શેષ રહે ત્યારે પરિવર્તન કાળ સમાપ્ત થઈ જાય છે. યુગલકાળ સમાપ્ત થઈ કર્મભૂમિ કાળ શરૂ થઈ જાય છે. વિવિધ પ્રકારના કર્મો, સંતાનોત્પતિ, આહાર, મનુષ્યોના સ્વભાવાદિમાં પરિવર્તન થઈ જાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ થઈ જાય છે. મનુષ્યો છ સંઘયણ, છ સંસ્થાનવાળા થાય છે. ત્રીજા આરામાં કુલકર વ્યવસ્થા :
६० तीसे णं समाए पच्छिमे तिभाए पलिओवमट्ठभागावसेसे एत्थ णं इमे पण्णरस कुलगरा समुप्पज्जित्था, तं जहा- सुमई पडिस्सुई सीमंकरे सीमंधरे खेमंकरे खेमंधरे विमलवाहणे चक्खुमं जसमं अभिचंदे चंदाभे पसेणई मरुदेव णाभी उसभे त्ति । ભાવાર્થ - તે આરાના અંતિમ ત્રીજા ભાગનો એક પલ્યોપમનો આઠમો ભાગ શેષ રહે ત્યારે પંદર કુલકર-વિશિષ્ટ બુદ્ધિશાળી પુરુષ ઉત્પન્ન થાય છે. તેના (આ અવસર્પિણી કાળના કુલકરના) નામ આ પ્રમાણે છે– (૧) સુમતિ (૨) પ્રતિશ્રુતિ (૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬) ક્ષેમંધર (૭) વિમલવાહન (2) ચક્ષુષ્માન (૯) યશસ્વાનું (૧૦) અભિચંદ્ર (૧૧) ચંદ્રાભ (૧૨) પ્રસેનજિત (૧૩) મરુદેવ (૧૪) નાભિ (૧૫) ઋષભ.
६१ तत्थ णं सुमईपडिस्सुईसीमंकस्सीमंधरखेमंकराणं एतेसिं पंचण्हं कुलगराणं हक्कारे णामं दंडणीई होत्था । तेणं मणुया हक्कारेणं दंडेणं हया समाणा लज्जिया, વિઝિયા, વેડ્ડા, ભય, સિળીયા, વિયોગય વિતિ | ભાવાર્થ - તે પંદર કુલકરોમાંથી સુમતિ, પ્રતિશ્રુતિ, સીમંકર, સીમંધર અને ક્ષેમંકર આ પાંચ કુલકરોની "હ"કાર નામની દંડનીતિ હોય છે. તે સમયના મનુષ્ય 'હકારદંડ- "હા, તમે આ શું કર્યું?" આટલું કહેવા રૂપ દંડથી અભિહત થઈને, લજ્જિત, વિશેષ લજ્જિત, અતિશય લજ્જિત, ભયભીત, તૂષ્ણીક- ચૂપ બનીને વિનયથી નમ્ર બની જાય છે.
६२ तत्थ णं खेमंधरविमलवाहणचक्खुम्जसमअभिचंदाणं एतेसिं पंचण्हं कुलगराणं मक्कारे णामं दंडणीई होत्था । ते णं मणुया मक्कारेणं दंडेणं हया समाणा लज्जिया जाव विणयोणया चिटुंति । ભાવાર્થ :- ૧૫ કુલકરોમાંથી ક્ષેમંધર, વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વાન અને અભિચંદ્ર, આ પાંચ કુલકરોની મકાર નામની દંડનીતિ હોય છે.