________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
गोयमा ! तेसिं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूणि धणुसयाणि उड्ड उच्चत्तेणं, जहण्णेणं संखिज्जाणि वासाणि, उक्कोसेणं असंखिज्जाणिवास आउयं पार्लेति, पालेत्ता अप्पेगइया णिरयगामी, अप्पेगइया तिरियगामी, अप्पेगइया मणुस्सगामी, अप्पेगइया देवगामी, अप्पेगइया सिज्झति जाव सव्वदुक्खाणमंत करेंति ।
૭૦
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે કાળ-આરાના પશ્ચિમ ત્રિભાગમાં ભરતક્ષેત્રના મનુષ્યોનું સ્વરૂપ કેવું હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મનુષ્યોને છ સંઘયણ, છ સંસ્થાન, સેંકડો ધનુષ્યની ઊંચાઈ હોય છે. તેઓનું જઘન્ય આયુષ્ય સંખ્યાત વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય અસંખ્યાત વર્ષનું હોય છે. આયુષ્ય પૂર્ણ કરી કેટલાક નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં, કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક સિદ્ધ બની સર્વ દુઃખોનો અંત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રીજા આરાનું સ્વરૂપ દર્શન છે. આ આરામાં મનુષ્યાદિના સ્વરૂપમાં ઘણો ફેરફાર થાય છે તેને સ્પષ્ટરૂપે સમજાવવા આ આરાના ત્રણ વિભાગ કરવામાં આવે છે. આ આરો બે ક્રોડાક્રોડી સાગરોપમનો છે.
ત્રીજા આરાના ત્રણ વિભાગ :– બે ક્રોડાક્રોડી સાગરોપમના ત્રણ વિભાગ કરતા પ્રત્યેક વિભાગ poppysppppppppp. ૩ (૬૬ લાખ કરોડ, ૬૬ હજાર કરોડ, ૬ સો કરોડ, ૬ કરોડ, ૬૬ લાખ, ૬૬ હજાર, ૬૬ ) સાગરોપમનો થાય છે.
ત્રીજા આરાના પ્રથમના બે ભાગ ઃ– પ્રથમ અને મધ્યમ ભાગમાં યુગલિક કાળ જ હોય છે. તે સમયના મનુષ્યાદિનું સ્વરૂપ પ્રથમ આરા પ્રમાણે જાણવું. આ બંને વિભાગમાં પ્રથમ-દ્વિતીય આરાની જેમ ક્રમિક પરંતુ અધિકાધિક પ્રમાણમાં રૂપી પદાર્થના વર્ણાદિ ગુણોની હાનિ થતી રહે છે. પ્રારંભમાં મનુષ્યોનું આયુષ્ય એક પલ્યોપમ અને અંતે ક્રોડપૂર્વનું હોય છે. ઊંચાઈ પ્રારંભમાં એક ગાઉ અને અંતમાં ૫૦૦ ધનુષ્યની
હોય છે. તેઓના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. પ્રતિદિન આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે અને માતાપિતા સંતાનોની પ્રતિપાલના ૭૯ દિવસ કરે છે. બાળ યુગલિકોના વિકાસ ક્રમની ૭ અવસ્થામાં પ્રત્યેક અવસ્થામાં સાધિક ૧૧ દિવસ વ્યતીત થાય છે.
આ બંને વિભાગ-કાળમાં યુગલિક ધર્મ જ હોય છે. તે કાળ સુષમ જ હોય છે પરંતુ અંતિમ ત્રીજા ભાગના પ્રારંભમાં મિશ્રકાળ અને તેના અંતભાગમાં યુગલ ધર્મ સમાપ્ત થઈ જાય છે તે સમયે લોકો દુઃખનો અનુભવ કરે છે તેથી તેને દુષમકાળ કહ્યો છે.