________________
બીજી વક્ષસ્કાર
[ ૭૩ ]
(૩) ધિક્કાર નીતિ :- અપરાધી પ્રતિ 'તમને ધિક્કાર છે' આવા ઉપાલંભ વાક્યરૂપ દંડ આપવાને 'ધિક્કાર દંડનીતિ' કહે છે. અંતિમ પાંચ કુલકરો આ નીતિનો પ્રયોગ કરે છે. તેઓ અલ્પ અપરાધ માટે પહેલી, મધ્યમ અપરાધ માટે બીજી અને અત્યુત્કૃષ્ટ અપરાધ માટે ત્રીજી નીતિનો ઉપયોગ કરે છે.
કુલકર સંખ્યા - સમવાયાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્રમાં ૭ કુલકર કહ્યા છે. અહીં ૧૫ કુલકરનો ઉલ્લેખ છે, પરંતુ તેમાં કોઈ વિરોધ નથી. સૂત્રની ગતિ વિચિત્ર હોય છે. કેટલાક ગ્રંથોમાં ઋષભદેવને છોડીને ૧૪ કુલકર પણ કહ્યા છે. ઋષભ દેવના રાજ્યાભિષેક પૂર્વે તેઓ કુલકર અવસ્થામાં રહ્યા હતા, તેથી અહીં તેઓને કુલકર કહ્યા છે. કુલકર આયુષ્ય :- પ્રથમ કુલકરનું આયુષ્ય પલ્યોપમના દસમા ભાગનું હતું. પછીના ૧૨ કુલકરનું આયુષ્ય અનુક્રમે એક બીજાથી ઓછું ઓછું અસંખ્યાતા પૂર્વનું અને ૧૪-૧૫મા કુલકરનું આયુષ્ય સંખ્યાતા પૂર્વનું હોય છે.
- ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગના અંતિમ પલ્યોપમના આઠમા વિભાગમાં કુલકર થયા. અસત્કલ્પનાથી એક પલ્યોપમના ૪૦ ભાગ કલ્પીએ અને તેના આઠવિભાગ કરીએ, તો પ્રત્યેક વિભાગમાં પાંચ-પાંચ ભાગ આવે. પાંચ ભાગવાળા આઠમા વિભાગમાં બધા કુલકર થયા. તેમાં પહેલા કુલકરનું આયુષ્ય પલ્યોપમના દસમા ભાગનું છે. પલ્યોપમના ૪૦ ભાગ કહ્યા છે તેથી તેનો દસમો ભાગ કાઢવા દસથી ભાંગતા, ૪૦ + ૧૦ = ૪ ભાગ આવે. તેટલું આધ કુલકરનું આયુષ્ય જાણવું. પલ્યોપમના આઠમા વિભાગના ૪ ભાગમાં પ્રથમ કુલકર અને શેષ ૧ભાગમાં સર્વ કુલકર થયા. આ પાંચ ભાગવાળો પલ્યોપમનો આઠમો વિભાગ મિશ્રકાળ કહેવાય છે.
રષભદેવ સ્વામી જીવન વર્ણન :६४ णाभिस्स णं कुलगरस्स मरुदेवाए भारियाए कुच्छिसि एत्थ णं उसहे णामं अरहा कोसलिए पढमराया पढमजिणे पढमकेवली पढमतित्थयरे पढमधम्मवरचाउरंतचक्कवट्टी समुप्पज्जित्था । ભાવાર્થ :- નાભી કુલકરના મરુદેવા નામના ભાર્યાની કુક્ષીથી કૌશલિક(કોશલ દેશમાં અવતરિત) પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવળી, પ્રથમ તીર્થકર, પ્રથમ ધર્મવરચાઉરંતચક્રવર્તી, એવા ઋષભ અર્હત્ ઉત્પન્ન થયા. ६५ तए णं उसभे अरहा कोसलिए वीसं पुव्क्सक्सहस्साइं कुमारवासमज्झे वसइ, वसित्ता तेवढेि पुव्वसयासहस्साइं महारायवासमज्झे वसइ । तेवढेि पुव्वसयसहस्साई महारायवासमज्झे वसमाणे लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुयपज्जवसाणाओ, बावत्तरि कलाओ, चोसटुिं महिलागुणे, सिप्पसयं च