________________
[ ૬૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
सारक्खंति, दो पलिओवमाइं आऊ, सेसं तं चेव ।
तीसे णं समाए चउव्विहा मणुस्सा अणुसज्जित्था, तं जहा- एका, पउरजंघा, कुसुमा, सुसमणा ।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં આ અવસર્પિણી કાલનો સુષમા નામનો કાલ જ્યારે ઉત્કૃષ્ટ-પરાકાષ્ટાએ હોય ત્યારે ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય હોય છે. તે ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ હોય છે. તેનું કથન સુષમસુષમા કાલની સમાન જાણવું જોઈએ. બંને આરા વચ્ચે તફાવત એ જ છે કે આ કાળના(બીજા આરાના) મનુષ્ય ચાર હજાર ધનુષ્યની અવગાહનાવાળા હોય છે અર્થાતુ તેના શરીરની ઊંચાઈ બે ગાઉની હોય છે. તેને ૧૨૮ પાંસળીઓ હોય છે, બે દિવસ પછી તેને ભોજનની ઇચ્છા થાય છે. તે પોતાના સંતાનનું પાલન પોષણ ૬૪ દિવસ કરે છે. તેનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. શેષ સર્વ વર્ણન સુષમસુષમા કાળ પ્રમાણે જ છે.
તે સમયે ચાર પ્રકારના મનુષ્યો હોય છે. (૧) એક-પ્રવર, શ્રેષ્ઠ, (૨) પ્રચુર જંઘ-પુષ્ટ જંઘાવાળ |, (૩) કુસુમ-ફૂલ જેવા કોમળ, સુકુમાર, (૪) સુશમન-અત્યંત શાંત. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુષમાં નામના બીજા આરાનું સ્વરૂપ વર્ણન છે. બીજા આરાના મનુષ્યો, ભૂમિ આદિનું વર્ણન પ્રથમ આરા પ્રમાણે જ જાણવું.
આ આરાના પ્રારંભમાં મનુષ્યોની ઊંચાઈ ૨ ગાઉની અને અંતમાં ૧ ગાઉની હોય છે. તેમના શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. તે મનુષ્યોને બે દિવસે આહારની ઇચ્છા થાય છે અને બોર પ્રમાણ આહાર કરે છે. આ આરાના પ્રારંભમાં બે પલ્યોપમનું અને અંતે એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. તે કાલમાં માતા-પિતા સંતાનનું પાલન-પોષણ, સંરક્ષણ ૬૪ દિવસ કરે છે. બાળ વિકાસની ૭ અવસ્થા હોવાથી તે એક-એક અવસ્થા સાધિક નવ દિવસની જાણવી. વર્ણાદિમાં સમયે સમયે હીનતા આવતી જાય છે. સુષમદુષમા નામનો ત્રીજો આરો :| ५५ तीसे णं समाए तिहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कते अणंतेहिं वण्णपज्जवेहिं जाव अणंतगुणपरिहाणीए परिहायमाणे परिहायमाणे, एत्थ णं सुसमदुस्समा णामं समा पडिवज्जिसु, समणाउसो ! ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે સમયે અનંત વર્ણાદિ પર્યાયોની અનંતગુણ હાનિ થતાં થતાં જ્યારે ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો આ સુષમા નામનો કાળ સમાપ્ત થાય, ત્યારે સુષમદુષમા નામનો કાળ-ત્રીજો આરો શરૂ થાય છે.