________________
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
પર્યાયના પરિર્વતનમાં કાળ નિમિત્ત બને છે, કારણમાં કાર્યનો ઉપચાર કરી અવસર્પિણીને હીયમાન કાળ કહેવામાં આવે છે. વાસ્તવમાં તે કાલગત અવસ્થાઓ હીયમાન થતી જાય છે.
$$
પદ્મવેત્તિ :- પર્યાય, પર્યવ કે અવસ્થાઓ, દ્રવ્ય કે ગુણના નિર્વિભાગ અંશ. પર્વવાવૃિત્તા નિવિમાના બાળ બુદ્ધિ કલ્પનાથી દ્રવ્ય-ગુણના ભાગ કરતાં કરતાં અંતે એવો અંશ ભાગ આવે કે જેનો ભાગ કરવો હવે શક્ય જ ન હોય, તેવા તે નિવિર્ભાગ અંશને પર્યવ કે પર્યાય કહે છે. તેવા પર્યાય અનંત હોય છે. જેમ કે એક ગુણ કાળો વર્ણ, બે ગુણ કાળો વર્ણ યાવત્ અનંત ગુણ કાળો વર્ણ હોય છે. આ રીતે પ્રત્યેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શના તેમજ જીવની અવસ્થાઓના અનંત પર્યવ હોય છે.
પર્યવ હાનિ ક્રમ ઃ- અવસર્પિણી કાળના પ્રથમ સમયે અર્થાત્ 'સુષમસુષમા' કાળના પ્રથમ સમયે વૃક્ષ, ફળ, પુષ્પો વગેરે સર્વમાં જે વર્ણાદિ હોય છે, તે સર્વોત્કૃષ્ટ હોય છે. તસ્ય વણિ પ્રશ્નવા વિમાના મલિ નિર્વિભાળા ભા: યિનો તર્દિ અનન્તા ભવન્તિ । તે વર્ણાદિને જો કેવળીની પ્રજ્ઞાથી નિર્વિભાગ કરવામાં આવે તો, તેના અનંત ભાગ થાય છે. રોમાં મધ્યાવના માળામાં પોરાશિ ધનાતિતી વસમયે છુત્પત્તિ- વૃત્તિ. તેમાંથી અનંત ભાગાત્મક એક રાશિ પ્રથમ આરાના બીજા સમયે હીન થાય છે, ક્ષીણ થાય છે. ત્રીજા સમયે બીજી અનંત ભાગાત્મક રાશિ હીન થાય છે, ચોથા સમયે ત્રીજી અનંત ભાગાત્મક રાશિ હીન થાય છે. આ જ હાનિક્રમ અવસર્પિણી કાળના અંતિમ સમય સુધી ચાલુ રહે છે. અનંતના અનંત ભેદ છે. પ્રતિ સમયે અનંત ભાગાત્મક રાશિનો ક્ષય થવા છતાં તે ગુણનો ઉચ્છેદ-નાશ થતો નથી. ક્ષીણ પામતા પર્યાયનું અનંત નાનું છે અને મૂળ પર્યાયરાશિનું અનંત મોટું છે, તેથી વદિ ગુણોની સમયે સમયે હાનિ થવા છતાં તે ગુળનો નાશ થતો નથી.
વખપાવેદ......પાસપ′વેદિ :– પુદ્ગલ દ્રવ્યના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણ છે અને તેના પર્યવોની અનંત ભાગાત્મક રાશિ પ્રતિ સમયે ક્ષીણ થતી રહે છે.
સંઘવળ-સંતાન પદ્મવેËિ :- હાડકાની મજબૂતાઈ-રચનાને સંઘયણ કહે છે. છ પ્રકારના સંઘયણમાંથી આ આરામાં એક વજઋષભનારાચ સંઘયણ હોય છે. પ્રથમ સમયે તેની જે મજબૂતાઈ હોય તેના કરતાં બીજા સમયે તે મજબૂતાઈ અનંત ગુણહીન થઈ જાય છે.
શરીરની શોભા અથવા શરીરના આકારને સંસ્થાન કહે છે. આ આરામાં એક સમચતરસ સંસ્થાન હોય છે. પ્રતિસમયે શરીરની શોભા અનંતભાગ ક્ષીણ થતી જાય છે.
મુખ્વત્તપન્ગવેદિ :- ઊંચાઈ, અવગાહના, પ્રથમ આરામાં મનુષ્યોના શરીરની ૩ ગાઉની ઊંચાઈ હોય છે. જેટલા આકાશ પ્રદેશને અવગાહીને જીવ રહે, તેને અવગાહના કહે છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે. તેથી અવગાહનામાં આકાશપ્રદેશની અપેક્ષાએ અનંત ભાગોની હીનતા ઘટિત થઈ શકતી નથી. પરંતુ આકાશ પ્રદેશગન પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ તે હીનતા સમજવી. પ્રથમ સમયે જેટલા આકાશપ્રદેશ અવગાણા હોય તેના કરતાં બીજા સમયે એક આકાશપ્રદેશ ઓછી અવગાહના થાય તો પણ તદ્ગત શરીર પુદ્ગલ અનંત ભાગ હીન થઈ જાય છે.