________________
બીજો વક્ષસ્કાર
પ
તેથી વધુ આયુષ્ય દેવભવમાં પામી શકતા નથી. પ્રથમ આરાના યુગલિકોનું આયુષ્ય ૩ પલ્યોપમનું છે. તેથી તેઓ ત્રણ પલ્યોપમ કે તેથી ન્યૂન સ્થિતિવાળા દેવભવનું આયુષ્ય બાંધે છે. ભવનપતિ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ સાગરોપમ ઝાઝેરી છે, પ્રથમ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ સાગરોપમ અને બીજા દેવલોકના દેવોની ૨ સાગરોપમ ઝાઝેરી છે. તેથી યુગલિકો ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થતાં નથી. તેઓ વધુમાં વધુ ૩ પલ્યોપમની મધ્યમ સ્થિતિ જ પામે છે. વાણવ્યંતરોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પલ્યોપમની અને જ્યોતિષ્મદેવોની ૧ લાખ વર્ષ અધિક ૧ પલ્યોપમની સ્થિતિ હોવાથી વ્યંતર અને જ્યોતિષ્કમાં ઉત્પન્ન થતાં યુગલિકો ત્યાંની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે.
યુગલિકો અનપવર્ત્ય આયુષ્યવાળા હોય છે, તેઓનું અકાલ મૃત્યુ થતું નથી. આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તેઓ કોઈ પણ જાતના કષ્ટ વિના છીંક, બગાસુ કે ઉધરસ આવે અને મૃત્યુ પામે છે.
આ રીતે યુગલિક કાળના મનુષ્યો શારીરિક, માનસિક, સાંયોગિક આદિ સર્વ પ્રકારની સંપૂર્ણ અનુકૂળતાનો ભોગવટો કરતા જીવન વ્યતીત કરે છે.
અવસર્પિણી કાળનો પર્યવહાનિ ક્રમ :
५३ तीसे णं समाए चउहिं सागरोवमकोडाकोडीहिं काले वीइक्कंतेहिं अणंतेहिं वण्णपज्जवेहिं अणंतेहिं गंधपज्जवेहिं, अणंतेहिं रसपज्जवेहिं, अणंतेहिं फासपज्जवेहिं, अणंतेहिं संघयणपज्जवेहिं, अणंतेहिं संठाणपज्जवेहिं, अणंतेहिं उच्चत्तपज्जवेहिं, अणंतेहिं आउपज्जवेहिं, अणंतेहिं गुरुलहुपज्जवेहिं, अणंतेहिं अगुरुलहुपज्जवेहिं, अणंतेहिं उट्ठाणकम्मबल-वीरियपुरिसक्कास्परक्कमपज्जवेहिं, अनंतगुणपरिहाणीए परिहायमाणे-परिहायमाणे एत्थ णं सुसमा णामं समाकाले पडिवज्जिसु समणाउओ !
ભાવાર્થ :- હે આયુષ્યમાન્ શ્રમણ ! તે સમયે- જ્યારે (પ્રથમ આરો) ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો કાળ વ્યતીત થાય છે, ત્યારે અનંત વર્ણ પર્યાય, અનંત ગંધ પર્યાય, અનંત રસ પર્યાય, અનંત સ્પર્શ પર્યાય, અનંત સંહનન પર્યાય, અનંત સંસ્થાન પર્યાય, અનંત ઉચ્ચત્વ પર્યાય, અનંત આયુષ્ય પર્યાય, અનંત ગુરુલઘુ પર્યાય, અનંત અગુરુલઘુ પર્યાય, અનંત ઉત્થાન કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ પર્યાયોની, અનંતગુણ હાનિ થતાં થતાં આ સુષમસુષમા નામનો કાળ સમાપ્ત થાય ત્યારે સુષમા નામનો કાળ શરૂ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવસર્પિણી કાળની હીયમાન અવસ્થાઓનું કથન છે. અવસર્પિણી કાળ એટલે હીયમાન કાળ. કાળ તો નિત્ય દ્રવ્ય છે, તેની હાનિ સંભવિત નથી પરંતુ તે કાલે વર્તતા દ્રવ્યની અને ગુણની જે પર્યાયો હોય તેમાં હાનિ વૃદ્ધિ સંભવે છે. પ્રત્યેક દ્રવ્ય અને તેના ગુણની અનંત પર્યાય હોય છે. આ