________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
આહારની સત્ત્વતાના કારણે એકવાર આહાર કર્યા પછી ત્રણ દિવસ સુધી તેઓને ક્ષુધા લાગતી નથી. જેમ વર્તમાન સમયે યુદ્ધમાં સૈનિકોને તેવા પ્રકારની સત્ત્વશીલ ગોળી આપવામાં આવે છે કે જેથી તેમને એક એક અઠવાડિયા સુધી ક્ષુધા લાગતી નથી.
૪
પ્રથમ આરાના યુગલિકોનું આયુષ્ય :- યુગલિકોનું જઘન્ય આયુષ્ય દેશોન ત્રણ પલ્યનું અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યનું છે. સમયે સમયે આયુષ્યહીન થતાં અંતે બે પલ્યોપમનું આયુષ્ય હોય છે. અહીં જઘન્ય આયુષ્ય યુગલિક સ્ત્રીઓની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ આયુષ્ય યુગલિક પુરુષોની અપેક્ષાએ સમજવું કારણ કે યુગલિક સ્ત્રી, પુરુષ કરતાં કિંચિત્ ન્યૂન આયુષ્ય અને ઊંચાઈવાળી હોય છે.
પ્રથમ આરાના મનુષ્યની ઊંચાઈ : જઘન્ય દેશોન ત્રણ ગાઉની ઊંચાઈ સ્ત્રીઓની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની ઊંચાઈ પુરુષોની અપેક્ષાએ હોય છે.
સમયે સમયે અવગાહનામાં હાનિ થતાં આ આરાના અંતે બે ગાઉની અવગાહના થઈ જાય છે. પ્રથમ આરામાં : સંતાન પ્રતિપાલના :– પ્રથમ આરાના યુગલ છ મહિના આયુષ્ય શેષ રહે ત્યારે એક યુગલને જન્મ આપે છે. ૪૯ દિવસ તે બાળકનું લાલન, પાલન અને સંરક્ષણ કરે છે. તે યુગલ બાળકની ૪૯ દિવસની અવસ્થાઓ વૃત્તિકારે વર્ણવી છે.
सप्तोत्तानशया लिहन्ति दिवसान् स्वाङ्गुष्ठमार्यास्ततः कौ रिङ्खन्ति पदैस्ततः कलगिरो यान्ति स्खलद्भिस्ततः । स्थेयोभिश्च ततः कलागुणभृतस्तारुण्य भागोद्गताः । सप्ताहेन ततो भवन्ति सद्गादाननेऽपि योग्यास्ततः ॥
અર્થ :— તે યુગલિક બાળકો જન્મથી એક સપ્તાહ પર્યંત ચત્તા સૂઈ પોતાનો અંગૂઠો ચૂસતા રહે છે. બીજા સપ્તાહમાં ઘૂંટણીએ ચાલવા લાગે, ત્રીજા સપ્તાહમાં ચાલતા શીખે, ચોથા સપ્તાહમાં મધુરવાણી બોલવા માંડે, પાંચમાં સપ્તાહમાં સ્થિર પગે ચાલતા થઈ જાય, છઠ્ઠા સપ્તાહમાં સર્વકળામાં વિશારદ થઈ જાય અને સાતમાં સપ્તાહમાં તેઓ યુવાવસ્થાપન્ન ભોગોના ઉપભોક્તા થઈ જાય છે. કેટલાક તો તે સમયે સમ્યગ્દર્શન ગ્રહણ કરવા યોગ્ય પણ થઈ જાય છે.
પ્રથમ આરામાં યુગલિકના જાતિ પ્રકાર :– આ આરામાં પદ્મગંધાદિ ગુણના યોગથી મનુષ્યો સ્વભાવથી જ છ પ્રકારની જાતિવાળા થઈ જાય છે અર્થાત્ પદ્મગંધવાળા મનુષ્યની એક જાતિ, કસ્તૂરી જેવી ગંધવાળાની બીજી જાતિ, તેમ છ જાતિ તે સમયે હોય છે. તે છ પ્રકાર સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
--
યુગલિક આયુબંધ, મૃત્યુ તથા ગતિ - યુગલિકો વર્તમાન આયુષ્યના છ માસ શેષ હોય ત્યારે પરભવના દેવાયુનો બંધ કરે છે. યુગલિકો મરીને એક દેવગતિમાં જ જાય છે. દેવગતિમાં પણ તેઓ ભવનપતિથી બીજા દેવલોક સુધીની ગતિ પામે છે. કારણ કે યુગલિકો વર્તમાનમાં જેટલું આયુષ્ય હોય