________________
બીજી વક્ષસ્કાર
|
૩
|
(૪) દીપશિખા – ઉદ્યોત આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રૂપે જ ઉદ્યોત પ્રકાશ યુક્ત હોય છે. તે સંધ્યા સમયના પ્રકાશ જેવો પ્રકાશ આપે છે. (૫) જ્યોતિષિક - જ્યોતિ પ્રકાશ આપનારા વૃક્ષો. આ વૃક્ષો સ્વાભાવિક રૂપે જ સૂર્ય, ચંદ્ર આદિ
જ્યોતિષી દેવની સમાન તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે. () ચિત્રાંગ :- માળાઓ આપનારા વૃક્ષો. તે વિસસા પરિણામથી માળારૂપે પરિણત થઈ માળાઓ પ્રદાન કરે છે. (૭) ચિત્રરસ :- વિવિધ પ્રકારના રસવંતા ભોજન આપનારા વૃક્ષો. તે સ્વભાવતઃ મધુરાદિ રસ રૂપે પરિણત થઈ વિવિધ પ્રકારના ભોજન આપે છે. (૮) મયંગ - આભૂષણ આપનારા વૃક્ષો. સ્વભાવતઃ આભૂષણો રૂપે પરિણત આ વૃક્ષો યુગલિકોની આભૂષણ ઇચ્છાની પૂર્તિ કરે છે. (૯) ગેહાકાર:- ગૃહ, નિવાસ સ્થાન આપનારા વૃક્ષો. આ વૃક્ષો મનોનુકૂલ ભવનવિધિથી યુક્ત હોય છે. ભવનના આકારવાળા આ વૃક્ષો યુગલિકોને આશ્રય આપે છે. (૧) અનગ્ન - વસ્ત્ર આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્રો, છાલ આદિ સ્વભાવતઃ વસ્ત્રાકારે પરિણત થાય છે. તેના પ્રભાવે સર્વ મનુષ્યોને ઇચ્છાનુસાર વસ્ત્ર પ્રાપ્ત થઈ જાય છે. આ કલ્પવૃક્ષોનું વિશેષ વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું. યુગલિક કાળના મનુષ્ય-મનુષ્યાણી :- આ સમયના મનુષ્યો મનુષ્યાણીઓ સર્વાગ સુંદર હોય છે. તથા પ્રકારના કાળ પ્રભાવે સ્ત્રી-પુરુષ બંને જોડલે જ જન્મે છે. એકલો પુરુષ કે એકલી સ્ત્રી, બે પુરુષ કે બે
સ્ત્રી જન્મ ધારણ કરતા નથી. તે ક્ષેત્ર અનુસાર તેનો કાળ પરિપક્વ થતાં તે યુગલ જ પતિ-પત્નીરૂપ વ્યવહાર કરે છે. વિવાહ વિના પણ તેઓના પતિ-પત્ની રૂપ સંબંધ ટકી રહે છે.
પુણ્યયોગે તેઓ મનોહર, કમનીય કાયા ધરાવે છે. માનવ રૂપે રહેલા તે દેવ કે અપ્સરા સમાન પ્રતીત થાય છે. સૂત્રકારે પુરુષના શરીરનું વર્ણન ગાવ(યાવતુ) શબ્દથી સંક્ષિપ્ત કર્યું છે. તે વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું. સ્ત્રીના પ્રત્યેક અંગનું વર્ણન વિવિધ ઉપમાઓ દ્વારા કર્યું છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તે સમયની સ્ત્રીઓ ૩ર લક્ષણી હોય છે.
૩ર લક્ષણો :- સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીના સૌભાગ્ય સૂચક ૩ર લક્ષણો વર્ણવ્યા છે. છત્ર, ધ્વજા વગેરે લક્ષણો સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. આ લક્ષણો શરીર પર ચિહ્ન રૂપે હોય છે. આ બત્રીસ-બત્રીસ ચિહ્નો જેના શરીર પર હોય તે સ્ત્રી શ્રેષ્ઠ, પરમ સૌભાગ્યશીલ કહેવાય છે. પ્રથમ આરામાં યુગલિકોનો આહાર :- આ કાળના મનુષ્યોને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તેઓ ત્રીજે ત્રીજે દિવસે તુવેરના દાણા પ્રમાણ કલ્પવૃક્ષના પત્ર, પુષ્પ, ફળાદિનો આહાર કરે છે.