________________
|
દર
|
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
આ સમયમાં સ્ત્રી-પુરુષ યુગલરૂપે-જોડલે જન્મે છે, તેથી તે યુગલિક કાળ રૂપે ઓળખાય છે. આ કાળ પુણ્યકાળ પણ કહેવાય છે. પુણ્યયોગે આ સમયની ભૂમિ, વૃક્ષ, મનુષ્ય વગેરે શ્રેષ્ઠ હોય છે. આ સમયમાં ભરતક્ષેત્રાદિમાં મનુષ્યો પોતાની ઇચ્છાનુસાર ભોગપૂર્તિ કરી શકે છે, ભોગોપભોગના સાધનો પણ ઇચ્છાનુસાર પ્રાપ્ત થઈ શકે છે, તેથી તે ભોગ કાલ રૂપે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ભરતાદિ ક્ષેત્રમાં મનુષ્યો શસ્ત્ર ચલાવવા રૂપ કાર્ય, લખવા રૂપ કાર્ય કે ખેતી, વ્યાપારાદિ કાર્ય કર્યા વિના કલ્પવૃક્ષથી જ પોતાનો જીવન વ્યવહાર ચલાવે છે, તેથી તે અકર્મભૂમિ પણ કહેવાય છે. પ્રથમ આરાનો નામ હેતુ – સુષમાનો અર્થ છે સુખ. આ કાળમાં સર્વત્ર સુખ સુખ અને સુખ જ હોય છે. અતિશય સુખ, કેવળ સુખ જ વર્તતું હોવાથી તેનું નામ 'સુષમસુષમા' પ્રસિદ્ધ થયું છે. યુગલિક કાળની ભૂમિ અને વનસ્પતિ શોભા :- આ આરામાં ભરતક્ષેત્રની ભૂમિ અતિસમતલ અને રમણીય હોય છે. આ સમયે પૃથ્વી, પાણી, વાયુમંડળ તથા પ્રત્યેક પ્રાકૃતિક પદાર્થો ઉત્તમ, સુખકારી અને સ્વાથ્યપ્રદ હોય છે, ઉત્તમ પુષ્પ, ફળો યુક્ત વૃક્ષો, વનો-વૃક્ષ સમૂહો, લતાઓ, ગુલ્મો-પુષ્ય યુક્ત છોડથી પૃથ્વી અતિ શોભાયમાન હોય છે. આ વૃક્ષાદિ મનુષ્યના ઉપભોગ માટે હોતા નથી. વિવિરુદ્ધ
હમૂના- તે વૃક્ષાદિનો મૂળભાગ-થડની સમીપનો ભૂમિભાગ કુસ, વિક્સ વગેરે પ્રકારના ઘાસ રહિત હોય છે, તેના ક્યારાઓ કચરા, ઘાસ વિનાના વિશુદ્ધ હોય છે. યુગલિક કાળના કલ્પવૃક્ષ :- આ સમયમાં મનુષ્યોનો સંપૂર્ણ જીવન નિર્વાહ કલ્પવૃક્ષ આધારિત હોય છે. તે સમયે વિશિષ્ટ પ્રકારના ૧૦ જાતિના વૃક્ષો હોય છે. અમુક પ્રકારના વૃક્ષોના ફળાદિ ખાધ આહારરૂપે પરિણત થાય છે તો અમુક વૃક્ષના પત્રાદિ વસ્ત્રરૂપે ઉપયોગમાં આવે છે. કેટલાક વૃક્ષો સૂર્ય સમ પ્રકાશ અર્પે છે. તેઓની પરિણતિના આધારે તે વૃક્ષોને ૧૦ પ્રકારમાં વિભક્ત કરવામાં આવ્યા છે. આ વૃક્ષો કલ્પવૃક્ષ રૂપે પ્રસિદ્ધ છે. સુ. ૧૪માં આદિ અને અંતના બે નામ આપી ગાવ શબ્દથી સંક્ષિપ્ત પાઠ જોવા મળે છે. (૧) મત્તાંગ – માદક રસ દેનારા. અહીં મત્ત શબ્દથી હર્ષના કારણભૂત પદાર્થો ગ્રહણ કરવામાં આવ્યા છે. આનંદદાયક પેયવસ્તુ જેના અવયવરૂપ છે તેવા વૃક્ષો અર્થાત્ આનંદદાયક પેયવસ્તુઓ આપનારા વૃક્ષોને મત્તાંગ કહે છે. આ વૃક્ષના ફૂલો પરિપક્વ થાય ત્યારે તેમાંથી રસપ્રવાહ વહે છે. તે રસપાન કરી લોકો આનંદિત બને છે. મનુષ્ય જે પેયની ઇચ્છા કરે, તે રીતે તે વૃક્ષ સ્વયં, સ્વભાવતઃ પરિણત થઈ જાય છે. ચંદ્રપ્રભા વગેરે સુરાથી તેને ઉપમિત કર્યા છે. તે તેની મધુરતા સૂચિત કરવા માટે જ છે. આ વૃક્ષો સુરાઓ આપે છે તેમ ન સમજવું. ઉપમાઓ હંમેશાં એકદેશથી જ હોય છે. તે વૃક્ષો અમાદક એવા અમૃતમય પેય પદાર્થો વહાવે છે. (૨) ભૂરાંગ – ભાજન-પાત્ર-વાસણ આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્રાદિ વિવિધ પ્રકારના પાત્ર આકારે પરિણત થઈ જાય છે. (૩) ત્રુટિતાંગ - અનેક પ્રકારના વાજિંત્ર આપનારા વૃક્ષો. આ વૃક્ષોનું અનેક પ્રકારના વાજિંત્રરૂપે પરિણમન થઈ જાય છે.