________________
બીજો વક્ષસ્કાર
[ ૧ ]
|५० तेसि णं भंते ! मणुयाणं सरीरा किंसंठिया पण्णत्ता ?
गोयमा ! समचउरंससंठाणसंठिया पण्णत्ता । तेसिणं मणुयाणं बेछप्पण्णा पिट्ठकरंडक्सया पण्णत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યોને ક્યું સંસ્થાન હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓને સમચતુરસ સંસ્થાન હોય છે. તેને રપ૬ પાંસળીઓ હોય છે. | ५१ तेणं भंते ! मणुया कालमासे कालं किच्चा कहिं गच्छंति, कहिं उववज्जति?
गोयमा ! छम्मासाक्सेसाउया जुयलगं पसवंति, एगूणपण्णं राइंदियाई सारक्खंति, संगोवेति; सारक्खित्ता संगोवेत्ता, कासित्ता, छीइत्ता, जंभाइत्ता, अक्किट्ठा, अव्वहिया, अपरियाविया कालमासे कालं किच्चा देवलोएसु उववज्जंति, देवलोक्परिग्गहा णं ते मणुया पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! તે મનુષ્યો આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યારે તે મનુષ્યનું આયુષ્ય છ માસ બાકી રહે છે, ત્યારે તે યુગલ-એક બાળક અને એક બાલિકાને જન્મ આપે છે. તેઓ ઓગણપચ્ચાસ દિવસ-રાત તેની સારસંભાળ, પાલન પોષણ, સંરક્ષણ કરે છે. આ પ્રમાણે પાલન પોષણ અને રક્ષણ કરીને તેઓ ઉધરસ આવતા કે છીંક ખાતા, શારીરિક વ્યથા અને પરિતાપ પામ્યા વિના, કાળના સમયે કાળ ધર્મ પામી(મૃત્યુ પામી) દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે મનુષ્યોનો જન્મ દેવલોકમાં જ થાય છે. |५२ तीसे णं भंते ! समाए भारहे वासे कइविहा मणुस्सा अणुसज्जित्था ?
ગોવા ! છબ્રિણ પત્તા, તં નહી– પાંથા, મિયથા, મામા, તેલ્સિ, હા, સવારી | ભાવાર્થ – હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં કેટલા પ્રકારના મનુષ્યો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! છ પ્રકારના મનુષ્ય હોય છે યથા– (૧) પદ્મગંધા (૨) મૃગગંધા (૩) અમમાં (૪) તેજસ્વી (૫) સહા (૬) શનૈશ્ચારી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અવસર્પિણી કાલના પ્રથમ વિભાગ-સુષમસુષમા કાલનું વિસ્તૃત વિવેચન છે. યુગલિક કાળ – અવસર્પિણી કાળના પહેલા, બીજા, ત્રીજા આરાને યુગલિક કાળ કહેવામાં આવે છે.