________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં શું દુર્ભૂત દુર્ઘટના(હોનારત) કુલરોગ- કુળ પરંપરાગત રોગો; ગ્રામ રોગો-ગામ વ્યાપી રોગ; મંડલ રોગ-અનેક ગામમાં ફેલાયેલા રોગ; પોટ્ટ રોગપેટ સંબંધી રોગ; શીર્ષવેદના-મસ્તકની પીડા; કર્ણ, ઓષ્ઠ, નેત્ર, નખ અને દાંતની વેદના; ખાંસી, શ્વાસ રોગ, શોષ-ક્ષય રોગ, દાહ-જલન, અર્શ-હરસ, અજીર્ણ, જલોદર, પાંડુરોગ, ભગંદર, એક દિવસના અંતરે આવતો તાવ, બે દિવસના અંતરે આવતો તાવ, ત્રણ દિવસના અંતરે આવતો તાવ, ચાર દિવસના અંતરે આવતો તાવ, ઇન્દ્રગ્રહ, ધનુગ્રહ, સ્કંદગ્રહ, યક્ષગ્રહ, ભૂતગ્રહ આદિ દેવ કૃત ઉપદ્રવો; મસ્તકશૂળ, હૃદયશૂળ, ઉદર-શૂળ, કુક્ષિશૂળ, યોનિશૂળ, ગામમાં ફેલાતી મરકી(કોલેરા રોગ), સન્નિવેશમાં ફેલાતી મરકી, પ્રાણીઓનો નાશ, જન ક્ષયમનુષ્યોનો નાશ વગેરે રોગો હોય છે ?
Fo
ઉત્તર– હે ગૌતમ ! તે મનુષ્યો રોગ અને આતંક- શીઘ્ર પ્રાણઘાતક શૂળ આદિ રોગ રહિત હોય છે. ४७ तीसे णं भंते ! समाए भारहे वासे मणुयाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं देसूणाई तिण्णि पलिओवमाइं, उक्कोसेणं तिण्णि पलिओव- माइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! તે સમયે ભરતક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ આયુષ્ય કેટલા કાળનું હોય છે ? ઉત્તર– ગૌતમ ! તે સમયે તે મનુષ્યોનું આયુષ્ય જઘન્ય કંઈક ન્યૂન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું હોય છે.
४८ तीसे णं भंते ! समाए भारहे वासे मणुयाणं सरीरा केवइयं उच्चत्तेणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं देसूणाई तिण्णि गाउयाई, उक्कोसेणं तिण्णि गाउयाइं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે સમયે ભરતક્ષેત્રમાં મનુષ્યોનાં શરીરની અવગાહના(ઊંચાઈ) કેટલી હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમના શરીરની અવગાહના જઘન્ય કંઈક ન્યૂન ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
४९ मा किंसंघयणी पण्णत्ता ? गोयमा ! वइरोसभ्णारायसंघयणी
પળત્તા |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યોને કયુ સંહનન હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મનુષ્યોને વજૠષભનારાચ સંહનન હોય છે.