________________
બીજો વક્ષસ્કાર
गोणाइ वा, गवयाइ वा, अयाइ वा, एलगाइ वा, ससगाइ वा, मियाई वा, वराहाइ वा, रुरुत्ति वा, सरभाइ वा, चमराइ वा, सबराइ वा, कुरंगाइ वा, गोकण्णाइ वा ?
हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં ઘોડા, હાથી, ઊંટ, ગાય, ગવય- જંગલીગાય (રોઝ), બકરાં, ઘેટાં, સસલા, મૃગ, વરાહ- સૂવર, રુરુ- મૃગવિશેષ, શરભ- અષ્ટાપદ, ચમર- ચમરી ગાય, સાબરશાખાવાળા શીંગડા હોય તેવા મૃગવિશેષ, કુરંગ-મૃગવિશેષ, અને ગોકર્ણ-મૃગવિશેષ વગેરે પશુઓ હોય છે?
ઉત્તર-હા ગૌતમ! તે સમયે ઘોડા આદિ પશુઓ હોય છે પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. ३९ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे सीहाइ वा, वग्घाइ वा, विग, दीविग अच्छ, तरच्छ सियाल बिडाल सुणग कोकंतिय कोलसुणगाइ वा ?
गोयमा ! हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं आबाहं वा वाबाहं वा छविच्छेयं वा उप्पायेंति, पगइभद्दया णं ते सावयगणा पण्णत्ता ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન! શું તે સમયમાં ભરતક્ષેત્રમાં સિંહ, વાઘ, વરૂ, દ્વીપિક-ચિત્તો, અચ્છરીંછ, તરક્ષ-મૃગભક્ષી વાઘ વિશેષ, શિયાળ, બિલાડી, કૂતરા, લીમડી, જંગલી કૂતરા અથવા સૂવર આદિ જંગલી પશુઓ હોય છે?
ઉત્તર- હા ગૌતમ! તે સમયે સિંહ આદિ જંગલી પશુઓ હોય છે પરંતુ તે મનુષ્યોને આબાધાઅલ્પબાધા(અલ્પકષ્ટ) વિશેષ કષ્ટ પહોંચાડતા નથી અને છવિચ્છેદ- તેના શરીરનાં અંગોપાંગનું છેદનભેદન કરતા નથી અથવા નહોર ભરાવતા નથી. તે વ્યાપદ-જંગલી જાનવરો પ્રકૃતિથી જ ભદ્ર હોય છે. ४० अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे सालीइ वा, वीहि गोहूम जव जवजवाइ वा, कला-मसूरमुग्गामासतिलकुलत्थणिप्फाग-आलिसंदग-अयसिकुसुंभ कोद्दक्कंगुवरग रालगसणसरिसक्मूलगबीयाइ वा ?
गोयमा ! हंता अत्थि, णो चेवणं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति। ભાવાર્થ - હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં શાલી-કલમ જાતિના ચોખા, વ્રીહિ-વ્રીહિ જાતિના ચોખા, ગોધૂમ-ઘઉં, જવ, જવજવ વિશેષ જાતિના જવ અથવા જુવાર, કલાય- વટાણા, મસૂર, મગ, અડદ, તલ, કળથી, વાલ, આલિસંદક- ચોળા, અળસી, કુસુક્ષ્મ-કસુંબ વૃક્ષના બી-જેનાં પુષ્પો વસ્ત્ર રંગવાના કામમાં આવે છે, કોદ્રવ-કોદરો, કંગુ-મોટા પીળા ચોખા, વર, રાલક-નાના પીળા ચોખા, સણ-ધાન્ય વિશેષ, સરસવ, મૂલક- મૂળા આદિ જમીનકંદના બીજ, વગેરે ધાન્યાદિ હોય છે?