________________
[ ૫૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
ઉત્તર- હા ગૌતમ!તે સમયે શાલિ આદિ ધાન્ય હોય છે પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. |४१ अत्थिणं भंते ! तीसे समाए भरए वासे गड्ढाइ वा, दरी ओवायपवायविसम विज्जलाइ वा ?
गोयमा ! णो इणटे समटे, तीसे समाए भरहे वासे बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा० । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં ખાડા, દરી-ગુફાઓ, અવપાત-ગુપ્ત ખાડા કે
જ્યાં પ્રકાશમાં ચાલતાં પણ પડવાની શંકા રહે; પ્રપાત-નૃપાપાત સ્થાન કે જ્યાંથી વ્યક્તિ મનમાં કોઈ કામના લઈને પડે અને પ્રાણ આપી દે, તેવું સ્થાન. વિષમ સ્થાન-જ્યાં ચડવું-ઊતરવું મુશ્કેલ હોય તેવા સ્થાન; કાદવવાળા લપસણા સ્થાન; વગેરે વિષમસ્થાનો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે ખાડા આદિ વિષમ સ્થાનો હોતા નથી. તે સમયે ભરતક્ષેત્રમાં અતિ સમતલ અને રમણીય ભૂમિ હોય છે. તે મૃદંગના ચર્મમઢિત ભાગ જેવી સમ હોય છે.
४२ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे खाणूइ वा, कंटगतणयकयवराइ वा, पत्तकयवराइ वा ?
गोयमा ! णो इणटे समटे, ववगयखाणुकंटगतणक्कयवस्पत्तकयवरा णं सा समा पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં સ્થાણુ-હૂંઠાં, કાંટા, ઘાસનો કચરો અને પાંદડાનો કચરો આદિ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે સૂંઠાં આદિ હોતા નથી. તે કાળ દૂઠાં, કંટક, ઘાસના કચરા અને પાંદડાઓના કચરાથી રહિત હોય છે. ४३ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे डंसाइ वा, मसगाइ वा, जूआइ वा, लिक्खाइ वा, ढिंकुणाइ वा, पिसुआइ वा ?
गोयमा ! णो इणटे समढे, ववगयडंसमसगजूयलिक्ख टिंकुणपिसुयाउवद्दवविरहिया णं सा समा पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં ડાંસ, મચ્છર, જૂ, લીખ, માંકડ અને પિશૂક-ડાંસ આદિ શુદ્ર જંતુઓ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે ડાંસ, મચ્છર આદિ હોતા નથી. તે કાળ ડાંસ, મચ્છર, જૂ, લીખ, માંકડ અને પિશૂક આદિ ક્ષુદ્ર જંતુઓના ઉપદ્રવરહિત હોય છે.