________________
| પ૬]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
| ३५ अस्थि णं भंते ! तीसे समाए णडपेच्छाइ वा, णट्टपेच्छाइ वा, जल्लपेच्छाइ वा, मल्लपेच्छाइ वा, मुट्ठियपेच्छाइ वा, वेलंबगपेच्छाइ वा, कहगपेच्छाइ वा, पवगपेच्छाइ वा, लासगपेच्छाइ वा ?
गोयमा ! णो इणढे समतु, ववगयकोउहल्ला णं ते मणुया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! શું તે સમયે ભરતક્ષેત્રમાં નટોના ખેલ, તમાશા, નાટકના અભિનય. જલ-દોરડા પર ચઢી કળાબાજોની કળા, મલ્લોની કુસ્તી, મૌષ્ટિક- મુક્કાબાજી, વિદૂષકોના કૌતુક, કથાકારની કથા, પ્લાવક-છલાંગ મારવાની અથવા નદીને તરવાની ક્રિયા, લાસક-નૃત્યવિશેષ આ સર્વ ક્રિયાઓને જોવા માટે લોકો ભેગા થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમયે આ પ્રકારના નટોના ખેલતમાશા આદિ હોતા નથી કારણ કે તે મનુષ્યો કુતૂહલથી રહિત હોય છે. ३६ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे सगडाइ वा, रहाइ वा, जाणाइ वा, जुग्गाइ वा, गिल्लिइ वा, थिल्लिइ वा, सीयाइ वा, संदमाणियाइ वा?
गोयमा ! णो इणढे समढे, पायचारविहारा तं ते मणुया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં શકટ-ગાડુ, રથ, યાન- અન્ય વાહન, યુગ્યબે હાથ લાંબુ-પહોળું ડોળી જેવું યાન, ગિલિબે પુરુષો દ્વારા ઉપાડાતી ડોલી, થિલ્લિ-બે ઘોડા અથવા ખચ્ચરો દ્વારા ખેંચાતી બગીઓ, શિબિકા-પડદાવાળી પાલખીઓ અને ચંદમાનિકા- પુરુષ પ્રમાણ પાલખી, ઇત્યાદિ વાહનો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે શકટ આદિ વાહનો હોતા નથી. તે મનુષ્યો પગે ચાલનારા હોય છે. ३७ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे गावीइ वा, महिसीइ वा, अयाइ વા, પત્તા વા ?
हंता अत्थि, णो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં ગાય, ભેંસ, બકરી, ઘેટી વગેરે(દુધાળા) પશુઓ હોય છે?
ઉત્તર– હા ગૌતમ! તે પશુઓ હોય છે પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી અર્થાત્ તે મનુષ્યોને તેના દૂધ વગેરેથી કોઈ પ્રયોજન હોતું નથી. |३८ अस्थि णं भंते ! तीसे समाए भरहे वासे आसाइ वा, हत्थीइ वा, उट्टाइ वा,