________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
રાજા; કૌટુમ્બિક- વિશાળ પરિવારના મુખ્ય વડીલ; ઇભ્ય- હાથીના વજન પ્રમાણ વિપુલ ધન વૈભવના સ્વામી; શ્રેષ્ઠી-સંપત્તિ અને સર્વ્યવહારથી પ્રતિષ્ઠા પામેલ શેઠ; સેનાપતિ-ચતુરંગિણીસેનાના અધિકારી; સાર્થવાહ- અનેક નાના વ્યાપારીઓને સાથે લઈને દેશાંતરમાં વ્યવસાય કરનારા સમર્થ વ્યાપારી હોય છે?
૫૪
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે રાજા આદિ હોતા નથી. તે મનુષ્યો ઋદ્ધિ, વૈભવ અને સત્કાર આદિથી નિરપેક્ષ હોય છે.
२९ अत्थि णं भंते! तीसे समाए भरहे वासे दासेइ वा, पेसेइ वा, सिस्सेइ वा, ભયનેર્ વા, માત્ત્તણ્ વા, જમ્મÇ વા ?
गोमा ! णो ण सम, ववगयआभिओगा णं ते मणुया पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં દાસ, પ્રેષ્ય-દૂતનું કાર્ય કરનારા સેવક, શિષ્ય પગાર લઈને કાર્ય કરનારા પરિચારક, ભાગ વહેંચનારા-ભાગીદાર અને ઘર સંબંધી કાર્ય કરનાર નોકર હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સમયે દાસ આદિ હોતા નથી. તે મનુષ્યો સ્વામી-સેવકભાવ, આજ્ઞા આજ્ઞાપકભાવ આદિથી રહિત હોય છે.
३० अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे मायाइ वा, पियाइ वा, भायाइ वा, શિળીફ્ વા, મન્નાર્ વા, પુત્તાફ વા, ધૈયાડ્ વા, મુખ્તાર્ વા ?
गोयमा ! हंता अस्थि, णो चेव णं तिव्वे पेम्मबंधणे समुप्पज्जइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે સમયે ભરતક્ષેત્રમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ હોય છે ?
ઉત્તર– હા ગૌતમ ! તે સમયે માતા-પિતા આદિ સંબંધો હોય છે પરંતુ તે મનુષ્યોને તેમાં તીવ્ર પ્રેમબંધ હોતો નથી.
३१ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे अरीइ वा, वेरिएइ वा, घायएइ વા, વહર્ વા, ડિળીયમ્ વા, પન્નામિત્તેર વા
णो इणट्ठे समट्ठे, ववगक्वेराणुसया णं ते मणुया पण्णत्ता समणाउसो !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! શું તે સમયે ભરતક્ષેત્રમાં અરિ- શત્રુ, ઉંદર બિલાડીની જેમ જાતીય વેરવાળા વૈરિક, ઘાત કરાવનારા ઘાતક, વધ કરનારા વધક અથવા થપ્પડ આદિ દ્વારા વ્યથા ઉત્પન્ન કરનારા, વ્યથક, કામ બગાડનારા પ્રત્યનીક- વિરોધી, પહેલાં મિત્ર બન્યા પછી શત્રુ બની જનારા પ્રત્યમિત્ર હોય છે ?
ઉત્તર– ગૌતમ ! તે સમયે શત્રુ, વેરી આદિ હોતા નથી. તે મનુષ્યો વેરાનુબંધ રહિત હોય છે.