________________
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
दससागरोवमकोडाकोडीओ कालो उस्सप्पिणी, वीसं सागरोवमकोडाकोडीओ कालो ओसप्पिणी-उस्सप्पिणी । ભાવાર્થ :- આ સાગરોપમ પ્રમાણથી- ૪ ક્રોડાકોડી સાગરોપમનો પ્રથમ સુષમસુષમા કાળ, ૩ ક્રોડાક્રોડી સાગરોપમનો બીજો સુષમાકાળ, ૨ ક્રોડાક્રોડી સાગરોપમનો ત્રીજો સુષમદુઃષમાકાળ, ૪૨,000 વર્ષ જૂન ૧ ક્રોડાકોડી સાગરોપમનો ચોથો દુઃષમસુષમાકાળ, ૨૧,૦૦૦ વર્ષનો પાંચમો દુઃષમાકાળ, ૨૧,૦૦૦ વર્ષનો છઠ્ઠો દુઃષમદુઃષમાકાળ છે.
ત્યાર પછી ફરી ઉત્સર્પિણીકાળમાં ૨૧,000 વર્ષનો પ્રથમ દુઃષમદુઃષમાકાળ, ૨૧,000 વર્ષનો બીજો દુઃષમાકાળ, ૪૨,૦૦૦ વર્ષ જૂન ૧ ક્રોડાકોડી સાગરોપમનો ત્રીજો દુઃષમસુષમાકાળ, ૨ ક્રોડાકોડી સાગરોપમનો ચોથો સુષમદુઃષમાકાળ, ૩ ક્રોડાકોડી સાગરોપમનો પાંચમો સુષમાકાળ, ૪ ક્રોડાક્રોડી સાગરોપમનો છઠ્ઠો સુષમસુષમાકાળ છે.
આ રીતે દશ ક્રોડાકોડી સાગરોપમનો અવસર્પિણી કાલ અને દશ ક્રોડાકોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાલ થાય છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમના અવસર્પિણી-ઉત્સર્પિણીકાળનું એક કાળચક્ર હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભરતક્ષેત્રમાં ચક્રગતિએ પરિવર્તન પામતા કાળનું વર્ણન છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાલનું પરિવર્તન થયા કરે છે. ત્યાં એક સમાન કાળ નથી. ૨૦ ક્રોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર છે. તે અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણીકાળમાં વિભક્ત છે.
અવસર્પિણી કાળ - સર્પ એટલે સરકવું, અવ એટલે નીચેની તરફ, હીનતા તરફ સરકતો કાળ અથવા સર્પિણી–સર્પનું શરીર મોઢા તરફથી પૂંછડી તરફ હીન થતું જાય છે તેમ શુભથી અશુભ તરફ ગતિ કરતો કાળ. જે કાળમાં જીવોના સંઘયણ, સંસ્થાન ઉત્તરોત્તર ન્યૂન થતાં જાય; આયુષ્ય અને અવગાહના ઘટતી જાય તથા ઉત્થાન, કર્મ, બલ, વિર્ય અને પુરુષાકાર પરાક્રમનો ક્રમશઃ હ્રાસ થતો જાય; પુગલોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હીન થતાં જાય; શુભતમ ભાવો શુભતર, શુભ, અશુભ, અશુભતર, અશુભતમ બની નિમ્નથી નિમ્નતમ અવસ્થામાં આવી જાય, તેને અવસર્પિણી કાળ કહે છે.
ઉત્સર્પિણી કાળ - ઉતુ એટલે ઉપર. સર્પનું શરીર પૂંછડેથી મુખ તરફ જતાં તેનું શરીરવૃદ્ધિ પામે છે, તેમ અશુભથી શુભ તરફ ગતિ કરતો કાળ. તે કાળમાં જીવોના સંઘયણ, સંસ્થાન ઉત્તરોત્તર શુભ થતાં જાય; આયુષ્ય અને અવગાહના વધતી જાય; ઉત્થાન, કર્માદિ વૃદ્ધિ પામે; પુદ્ગલોના વર્ણાદિ શુભ થતાં જાય; અશુભતમ ભાવો ક્રમશઃ અશુભતર, અશુભ, શુભ, શુભતર, શુભતમ બની અંતે ઉચ્ચતમ અવસ્થામાં આવી જાય તેને ઉત્સર્પિણી કાળ કહે છે.
આ અવસર્પિણી-ઉત્સર્પિણી કાળના છ છવિભાગ છે, તે આરા'ના નામે પ્રસિદ્ધ છે. અવસર્પિણીનો