________________
બીજી વક્ષસ્કાર
( ૪૧
|
એક દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનો વાલાઝ, (૬) દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યના આઠ વાલાગ્ર = હરિવર્ષ, રમક વર્ષના મનુષ્યનો એક વાલાગ્ર, (૭) હરિવર્ષ રમ્યફ વર્ષના મનુષ્યના આઠ વાલાગ્ર = હેમવતહૈરણ્યવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાઝ, (૮) હેમવત-હૈરણ્યવતક્ષેત્રના મનુષ્યોના આઠ વાલાગ્ર = પૂર્વ મહાવિદેહ અને અપર મહાવિદેહના મનુષ્યોનો એક વાલાઝ, (૯) પૂર્વમહાવિદેહ-અપર મહાવિદેહના મનુષ્યોના આઠ વાલાગ્ર = ભરત, ઐરાવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાગ્ર, (૧૦) ભરત, ઐરાવતક્ષેત્રના મનુષ્યના આઠ વાલાગ્ર = એક લીખ, (૧૧) આઠ લીખ = એક જૂ, (૧૨) આઠ જૂ = એક જવનો મધ્યભાગ, (૧૩) આઠ જવના મધ્યભાગ = એક ઉત્સધાંગુલ થાય છે. આ અંગુલ પ્રમાણથી
૯૬ અંગુલ = ૧ ધનુષ્ય ૬ અંગુલ = ૧ પાદ
યુગ, અક્ષ, દંડ, મુસલ કે નાલિકા ૧૨ અંગુલ = ૧ વેંત
આ ધનુષ્ય પ્રમાણથી ૨૪ અંગુલ = ૧ રત્ની (કોણી સુધીનો હાથ) ૨૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ ૪૮ અંગુલ = ૧ કુક્ષી (બે હાથ)
૪ ગાઉ = ૧ યોજના આ યોજન પ્રમાણથી એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજન ઊંડો અને સાધિક ત્રણ યોજનની પરિધિવાળો પલ્ય(ખાડો) હોય, તે પલ્યને એક—બે-ત્રણ વગેરે વધુમાં વધુ સાત દિવસના બાળકના ઉગેલા વાલાઝના ટુકડાથી ઠાંસીઠાંસીને આખો એવી રીતે ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી ન શકે, વાયુ તેને ઉડાડી ન શકે, તે કોહવાઈ ન શકે, નાશ ન પામી શકે, સડી ન શકે. આ રીતે ભરેલા તે પલ્યમાંથી સો-સો વર્ષે એક–એક વાલાગ્ર ખંડોને બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પલ્ય વાલાઝથી શુન્ય થાય, નીરજ, નિર્લેપ, એકદમ ખાલી થઈ જાય તેટલા કાળને પલ્યોપમ કહે છે. આવા એક પલ્યોપમને દશ ક્રોડાકોડીથી ગુણતા એક સાગરોપમ થાય છે અર્થાત્ દસ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. | ७ एएणं सागरोवमप्पमाणेणं चत्तास्सिागरोवमकोडा-कोडीओ कालो सुसमसुसमा तिण्णि सागरोवमकोडाकोडीओ कालो सुसमा, दो सागरोवम कोडाकोडीओ कालो सुसमदुस्समा, एगा सागरोवम्कोडाकोडी बायालीसाए वाससहस्सेहिं ऊणिया कालो दुस्समसुसमा, एक्कवीसं वाससहस्साई कालो दुस्समा, एक्कवीसं वाससहस्साई कालो दुस्समदुस्समा ।
पुणरवि उस्सप्पिणीए एक्कवीसं वाससहस्साई कालो दुस्समदुस्समा, एक्कवीसं वाससहस्साई कालो दुस्समा, एगा सागरोवम्कोडाकोडी बायालीसाए वाससहस्सेहिं ऊणिओ कालो दुस्समसुसमा, दो सागरोवमकोडाकोडीओ कालो सुसमदुस्समा, तिण्णि सागरोवमकोडाकोडीओ कालो सुसमा, चत्तारिसागरोवम कोडाकोडीओ कालो सुसमसुसमा, दससागरोवमकोडाकोडीओ कालो ओसप्पिणी,