________________
| ૩૦ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
કલ્પાતીત દેવોમાં નવ ગ્રેવેયકના દેવો તથા પાંચ અનુત્તરવિમાનવાસી દેવો ઉત્તરવૈક્રિય શરીર બનાવતા નથી, કારણ કે તે દેવોમાં પરિચારણા કે ગમનાગમન આદિહોતા નથી, તેથી તે દેવોમાં એકમાત્ર ભવધારણીય વૈક્રિય શરીર હોય છે અને તેનું સમચતુરસ સંસ્થાન હોય છે. વૈકિય શરીરના સંસ્થાનઃ| જીવ શરીર
સંસ્થાન વાયુકાય એકેન્દ્રિય વૈક્રિય શરીર
ધ્વજા પતાકાનો આકાર(હુંડ સંસ્થાન) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી મનુષ્ય વૈક્રિય શરીર
વિવિધ આકાર નૈરયિક ભવધારણીય વૈક્રિય શરીર
હુંડ સંસ્થાન નૈરયિક ઉત્તર વૈક્રિય શરીર
હુંડ સંસ્થાન સર્વ દેવોનું ભવધારણીય વૈક્રિય શરીર
સમચતુરસ સંસ્થાન ૧૨ દેવલોક સુધીના સર્વદેવોનું ઉત્તર વૈક્રિય શરીર
ઇચ્છાનુસાર વિવિધ આકાર નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોનું ભવધારણીય વૈક્રિય શરીર સમચતુરસ સંસ્થાન નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોનું ઉત્તર વૈક્રિય શરીર
ઉત્તર વૈક્રિય કરતા નથી વૈક્રિયશરીરની અવગાહના :६९ वेउव्वियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं साइरेगं जोयणसयसहस्सं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિયશરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન છે.
७० वाउक्काइय-एगिदिय-वेउव्वियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा ! जहण्णेण अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं ।
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવનું ! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીરની અવગાહના કેટલી છે? ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ છે. ७१ णेरइयपंचेंदियवेउव्वियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता । तं जहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य ।
तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं पंचधणुसयाई । तत्थ णं जा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं धणुसहस्सं ।