________________
| એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
૨૯ ]
ઉત્તરવૈક્રિય શરીર. તેમાંથી ભવધારણીય વૈક્રિય શરીરનું સમચતુરસસંસ્થાન છે અને ઉત્તરવૈક્રિય શરીરના અનેક પ્રકારના સંસ્થાન છે. આ જ રીતે અસુરકુમાર દેવોની જેમ નાગકુમારથી લઈને નિતકુમાર સુધીના દેવ વૈક્રિયશરીરોનું સંસ્થાન પણ જાણવું જોઈએ.
આ જ રીતે વાણવ્યંતર દેવ વૈક્રિયશરીરનું સંસ્થાન પણ અસુરકુમારાદિની જેમ ભવધારણીય અને ઉત્તરવૈક્રિયની અપેક્ષાએ ક્રમશઃ સમચતુરસ તથા વિવિધ સંસ્થાના કહેવા જોઈએ. વિશેષતા એ છે કે અહીં વ્યંતર દેવોના ભેદ-પ્રભેદના વિષયમાં પ્રશ્ન ન કરતાં સમુચ્ચય વાણવ્યંતર દેવોના વૈક્રિય શરીરના સંસ્થાનના સંબંધમાં જાણવું જોઈએ. આ જ રીતે સમુચ્ચય જ્યોતિષ્ક દેવોનું કથન પણ ભેદ-પ્રભેદ વિના કરવું.
આ જ રીતે સૌધર્મકલ્પથી અશ્રુતકલ્પ સુધીના દેવ વૈક્રિયશરીરના સંબંધમાં કથન કરવું જોઈએ. ६८ गेवेज्जग-कप्पातीय-वेमाणिय-देवपंचेंदिय-वेउव्वियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ? गोयमा ! गेवेज्जगदेवाणं एगे भवधारणिज्जे सरीरए, से णं समचउरंस-संठाणसंठिए पण्णत्ते । एवं अणुत्तरोववाइयाण वि । ભાવાર્થઃ-પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચંદ્રિય વૈક્રિયશરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર- હે ગૌતમ! રૈવેયક દેવોને એકમાત્ર ભવધારણીય વૈક્રિય શરીર જ હોય છે અને તેનું સમચતુરસ સંસ્થાન હોય છે. આ જ રીતે પાંચ અનુત્તરોપપાતિક વૈમાનિક દેવોને પણ ભવધારણીય વૈક્રિયશરીર જ હોય છે અને તે સમચતુરસસંસ્થાનવાળું હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સમસ્ત પ્રકારના વૈક્રિય શરીરના સંસ્થાનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનુષ્ય-તિર્યંચ વૈકિય શરીર સંસ્થાનઃ- પર્યાપ્ત બાદર વાયકાયિક પર્યાપ્ત સ તિર્યંચ પંચેદ્રિય અને મનુષ્યોને લબ્ધિ જન્ય વૈક્રિયશરીર હોય છે, વાયુકાયિકના વૈક્રિય શરીરનો આકાર ધ્વજાપતાકા જેવો છે. સંજ્ઞી તિર્યંચ પંચેદ્રિય અને ગર્ભજ મનુષ્યને વૈક્રિય શરીર વિવિધ આકારનું હોય છે. તે જીવોનું વૈક્રિય શરીર લબ્ધિજન્ય હોવાથી સ્વેચ્છાનુસાર અનેક રૂપ બનાવી શકે છે.
નારકી અને બાર દેવલોક સુધીના દેવોમાં બે પ્રકારના વૈક્રિય શરીર છે– (૧) ભવધારણીય વૈક્રિય શરીર અને (૨) ઉત્તર વૈક્રિય શરીર. તેઓને જન્મથી મૃત્યુ પર્યત જે શરીર હોય, તેને ભવધારણીય શરીર કહે છે અને પ્રયોજનવશ વૈક્રિય સમુદ્યાતપૂર્વક નારકી અને દેવો જે શરીરની રચના કરે, તેને ઉત્તરવૈક્રિય શરીર કહે છે. નારકીઓનું વૈકિય શરીર સંસ્થાનઃ- નારકીઓના ભવધારણીય તથા ઉત્તરવૈક્રિય શરીરનું ફંડ સંસ્થાન હોય છે. તે હુંડ સંસ્થાન રૂંવાટી વિનાના પક્ષી જેવા બીભત્સ આકારવાળા હોય છે. દેવોનું વૈકિય શરીર સંસ્થાન – દશ પ્રકારના ભવનપતિ, વાણવ્યંતર દેવો, જ્યોતિષ્કદેવો, કલ્પોપપન્ન બાર દેવલોકના વૈમાનિકદેવોનું ભવધારણીય શરીર સમચતુરસ સંસ્થાન સંપન્ન હોય છે અને તે દેવો ઇચ્છાનુસાર વિવિધ રૂપોની વિક્રિયા કરી શકે છે તેથી તેમનું ઉત્તરવૈક્રિય શરીરવિવિધ સંસ્થાનયુક્ત હોય છે. તેનો કોઈ નિયત આકાર નથી.