________________
[ 2
]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
गोयमा ! पज्जत्तग-असुरकुमार-भवणवासि-देवपंचेंदिय-वेउव्वियसरीरे वि अपज्जत्तग-असुरकुमार-भवणवासि-देवपंचेंदिय-वेउब्वियसरीरे वि । एवं जावथणियकुमारे वि णं दुगओ भेओ । एवं वाणमंतराणं अट्ठविहाणं, जोइसियाणं पंचविहाणं। ભાવાર્થ-પ્રન–હે ભગવન! જો અસુરકુમાર ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર છે, તો શું પર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચેદ્રિય વૈક્રિયશરીર છે કે અપર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચંદ્રિય વૈક્રિયશરીર છે?
ઉત્તર-હે ગૌતમ! પર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચેદ્રિય વૈક્રિયશરીર પણ છે, અપર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચેંદ્રિય વૈક્રિયશરીર પણ છે. આ જ રીતે સ્વનિતકુમાર સુધીના પર્યાપ્તાઅપર્યાપ્તા બંને પ્રકારના દેવ વૈક્રિયશરીર છે.
આ જ રીતે આઠ પ્રકારના વાણવ્યંતરદેવો તથા પાંચ પ્રકારના જ્યોતિષ્કદેવોના પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પ્રકારના દેવ વૈક્રિયશરીર છે. ६१ वेमाणिया दुविहा- कप्पोवगा कप्पातीता य । कप्पोवगा बारसविहा, तेसि पि एवं चेव दुगओ भेओ । कप्पातीता दुविहा- गेवेज्जगा य अणुत्तरा य । गेवेज्जगा णवविहा, अणुत्तरोववाइया पंचविहा, एएसिं पज्जत्तपज्जत्ताभिलावेणं दुगओ भेओ। ભાવાર્થ - વૈમાનિક દેવોના બે પ્રકાર છે– કલ્પોપપન્ન અને કલ્પાતીત, કલ્પપપન્નના બાર પ્રકાર છે. તેના પણ પર્યાપ્તા-અપર્યાપ્ત બે-બે ભેદ છે. તે બધાને વૈક્રિયશરીર હોય છે. કલ્પાતીત વૈમાનિક દેવોના પણ બે પ્રકાર છે– રૈવેયકવાસી અને અનુત્તરોપપાતિક, ચૈવેયક દેવોના નવ પ્રકાર અને અનુત્તરોપપાતિકદેવોના પાંચ પ્રકાર છે. આ બધાના પર્યાપ્તા-અપર્યાપ્તાના અભિલાપથી બે-બે ભેદ વૈક્રિયશરીરના થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વેક્રિયશરીરના ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે.
એકેન્દ્રિય વૈક્રિય શરીરમાં વાયુકાય વૈક્રિયશરીર અને ચારે ગતિમાં પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય છે. વાયુકાયમાં પણ પર્યાપ્ત બાદર વાયુકાયિક જીવોને વૈક્રિય લબ્ધિ હોય છે. વાયુકાયના ચાર ભેદમાંથી સૂક્ષ્મના પર્યાપ્ત-અપર્યાપ્ત અને બાદરના અપર્યાપ્તને વૈક્રિય લબ્ધિ નથી. બાદર પર્યાપ્ત વાયુકાયિક જીવોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવોને જ વૈક્રિય લબ્ધિ હોય છે.
મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને લબ્ધિજન્યક્રિય શરીર હોય છે. કોઈ પણ લબ્ધિપ્રયોગ અપર્યાપ્તા અવસ્થામાં થતો નથી, તેથી અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યંચને વૈક્રિય શરીર નથી.તિર્યંચ પંચેન્દ્રિયમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત ગર્ભજ જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર જીવોને વૈક્રિય શરીર હોય છે. યુગલિક કે સંમૂર્શિમ તિર્યંચ પંચેન્દ્રિયને વૈક્રિય લબ્ધિ નથી. મનુષ્યોમાં સંખ્યાત વર્ષાયુષ્ક પર્યાપ્તા ગર્ભજ મનુષ્યને વૈક્રિય શરીર છે.યુગલિક કે સંમુશ્કેિમ મનુષ્યોને વૈક્રિયલબ્ધિ નથી. નારકી અને દેવોમાં સર્વનારકી અને દેવોને ભવ પ્રત્યયયિકવૈક્રિય શરીર છે. તે જીવોને જન્મથી જ વૈક્રિય શરીર હોવાથી પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના વૈક્રિય શરીર હોય છે.