________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
गोयमा ! पज्जत्त- बादरवाउक्काइय-एगिंदिय-वेडव्वियसरीरे णो अपज्जत्तबादर-वाउक्काइयएगिंदियवेडव्वियसरीरे ।
૨૧
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો બાદરવાયુકાયિકએકેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું પર્યાપ્તા બાદરવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અપર્યાપ્તા બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે ?
ઉત્તર– હે ગૌતમ ! પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર હોય છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર હોતું નથી.
४५ जइ णं भंते ! पंचेंदियवेडव्वियसरीरे से किं णेरइयपंचेंदियवेडव्वियसरीरे जाव किं देवपंचेंदियवेडव्वियसरीरे ? गोयमा ! णेरइयपंचेंदियवेडव्वियसरीरे वि जाव देवपंचेंदिय-वेडव्वियसरीरे वि ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો પંચેંદ્રિય વૈક્રિયશરીર હોય, તો શું નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે કે યાવત્ દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે? ઉત્તર– હે ગૌતમ! નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર પણ છે યાવત્ દેવ
પંચેન્દ્રિય વૈક્રિયશરીર પણ છે.
४६ जइ णं भंते ! णेरइयपंचेदियवेडव्वियसरीरे से किं रयणप्पभापुढविणेरइयपंचेंदिय-वेडव्वियसरीरे जाव किं अहेसत्तमापुढविणेरइयपंचेंदियवेडव्विय-सरीरे ?
गोयमा ! रयणप्पभापुढविणेरइयपंचेंदियवेडव्वियसरीरे वि जाव अहेसत्तमापुढविणेरइय पंचेंदियवेडव्वियसरीरे वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર છે, તો શું રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીર છે યાવત્ અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીર છે ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીર પણ છે યાવત્ અધઃસપ્તમપૃથ્વી નૈરયિક પંચેંદ્રિય વૈક્રિય શરીર પણ છે.
४७ जइ णं भंते ! रयणप्पभापुढविणेरइयपंचेंदियवेडव्विसरीरे से किं पज्जत्तगरयणप्पभा-पुढविणेरइयपंचेंदियवेडव्वियसरीरे अपज्जत्तगरयणप्पभापुढविणेरइयपंचेंदिय-वेडव्वियसरीरे ? एवं जाव अहेसत्तमाए दुहओ भेओ भाणियव्वो । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્! જો રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેંદ્રિય વૈક્રિય શરીર છે, તો શું રત્નપ્રભાપૃથ્વી પર્યાપ્તા નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીર છે કે રત્નપ્રભાપૃથ્વી અપર્યાપ્તા નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીર છે?
ઉત્તર– હે ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વી પર્યાપ્તા નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીર પણ છે અને રત્નપ્રભા પૃથ્વી અપર્યાપ્તા નૈરયિક પંચેંદ્રિય વૈક્રિયશરીર પણ છે. આ જ રીતે શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક પંચેંદ્રિયોથી લઈ અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક પંચેદ્રિયના પર્યાપ્તા અને અપર્યાપ્તા, બંને પ્રકારના વૈક્રિયશરીર છે. ४८ जइ णं भंते ! तिरिक्खजोणियपंचेंदियवेडव्वियसरीरे से किं सम्मुच्छिमतिरिक्ख-जोणियपंचेंदियवेडव्वियसरीरे, गब्भवक्कंतियतिरिक्खजोणिय-पंचेंदियवेडव्वियसरीरे ?