________________
એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
પ્રમાણોપેત ન હોય, લક્ષણ રહિત હોય, તેને હુંડ સંસ્થાન કહે છે. પાંચ સ્થાવર જીવોના સંસ્થાન :- સ્થાવર જીવોને હૂંડ સંસ્થાન નામકર્મના ઉદયે હુંડ સંસ્થાન હોય છે, તેમ છતાં પૃથ્વી આદિ ચાર સ્થાવર જીવોના શરીરના ચોક્કસ આકાર સૂત્રમાં દર્શાવ્યા છે. પૃથ્વીકાયિક
જીવોના શરીરનો આકાર મસુરચંદ્ર અર્થાત્ મસૂરની દાળ જેવો હોય છે. સિબુકબિંદુઃ- (૧) જે પાણીનું ટીપુ જામી ગયું હોય, બરફ રૂપે ઘનીભૂત થઈગયું હોય, તેને સ્તિબુકબિંદુ કહે છે. અષ્કાયિક જીવોના શરીરનો આકાર સ્તિબુક બિંદુસમાન છે. (૨) પાણીના પરપોટા જેવા આકારને સિબુકબિંદુ આકાર કહે છે.
તેઉકાયિક જીવોનું સંસ્થાન સોઈના ભારા સમાન અને વાયુકાયિક જીવોનું ધ્વજાપતાકા સમાન છે. આ ચારે ય આકારનો સમાવેશ હુંડ સંસ્થાનમાં જ થાય છે. વનસ્પતિના શરીરનો આકાર વિવિધ પ્રકારનો છે. તે પણ હુંડ સંસ્થાન જ હોય છે.
પાંચે સ્થાવર જીવોના સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તનું સંસ્થાન એક સમાન જ હોય છે. પુનત્તાપાત્તાપ વિશ્વ વેવ... શ્રી જીવાભિગમ સુત્ર, શ્રી ઉત્તરાધ્યયન સુત્ર આદિમાં એકેન્દ્રિયોના અપર્યાપ્તામાં સંસ્થાનનું કથન કર્યું નથી, કારણ કે અપર્યાપ્તા જીવોના શરીર, વર્ણાદિથીઅસંપ્રાપ્ત હોવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી અર્થાતુ અપર્યાપ્તાવસ્થામાં શરીરનો આકાર સ્પષ્ટ ન હોવાથી ઉપરોક્ત સૂત્રોમાં તેના સંસ્થાનનું કથન કર્યું નથી.
પ્રસ્તુત સૂત્રમાં સંસ્થાન નામકર્મના ઉદયની અપેક્ષાએ પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેમાં સંસ્થાનનું કથન છે. જે જીવોને છ પ્રકારના સંસ્થાનમાંથી જે સંસ્થાન નામકર્મનો ઉદય પર્યાપ્ત કે અપર્યાપ્ત અવસ્થામાં હોય, તે સંસ્થાન તેની અપર્યાપ્ત અને પર્યાપ્ત અવસ્થામાં હોય છે.
એકેન્દ્રિય, ત્રણ વિક્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્તમાં એક હુંડ સંસ્થાન હોય છે. સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય અને સમુચ્ચય મનુષ્ય તથા તેના પર્યાપ્તા અને અપર્યાપ્તામાં છએ પ્રકારના સંસ્થાન હોય છે. તેના સંમૂર્છાિમમાં હુંડ સંસ્થાન અને ગર્ભમાં છ સંસ્થાન હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયના ૫૪ આલાપક - સમુચ્ચય તિર્યંચ પંચેદ્રિય; તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ ત્રણ આલાપક; સંમૂર્શિમ તિર્યંચ પંચેદ્રિય, તેના પર્યાપ્તા-અપર્યાપ્તા, એ ત્રણ આલાપક અને ગર્ભજ તિર્યંચ પંચંદ્રિય, તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ત્રણ આલાપક, આ રીતે કુલ નવ આલાપક થાય છે.
તે જ રીતે જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર આ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયના નવ-નવ આલાપક હોવાથી ૯*૫=૪૫ આલાપક તિર્યંચ પંચેન્દ્રિયના થાય છે. આ રીતે ૪૫ + ૯ = કુલ ૫૪ આલાપક થાય છે. મનુષ્યોના સાત આલાપક - સમુચ્ચય મનુષ્ય, તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ ત્રણ આલાપક, તે જ રીતે ગર્ભજ મનુષ્યોના ત્રણ આલાપક અને સંમૂર્છાિમ મનુષ્ય અપર્યાપ્તા જ હોવાથી તેનો એક આલાપક, આ રીતે ૩+૩+૧=૭ આલાપક થાય છે.