________________
[ ૧૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય મનુષ્ય સુધીના વિવિધ દારિક શરીરોના સંસ્થાનોની પ્રરૂપણા કરવામાં આવી છે.
(૧) સમચતુરસ
સંસ્થાન
(૨) ન્યગ્રોધ પરિમંડલ
હિને 3) સાદિ
(૩) સાદિ સંસ્થાન
સંસ્થાન
હૈ (૪) કુન્જ સંસ્થાન
(૫) વામન સંસ્થાન
(૬) હુંડ સંસ્થાન
સંસ્થાના પ્રકાર અને સ્વરૂ૫ - શરીરની આકૃતિ કે રચના વિશેષને સંસ્થાન કહે છે. તેના છ પ્રકાર છે(૧) સમચતુરસ – સમ = સમાન, ચતુઃ = ચારેય, અસ = કોણ(ખૂણા), અર્થાત્ પલાંઠીવાળીને બેસતાં શરીરના ચારે કોણ સમાન લાગે, આસન અને કપાળનું અંતર, બંને ગોઠણનું અંતર, ડાબો ખભો અને જમણા ગોઠણનું અંતર, જમણો ખભો અને ડાબા ગોઠણનું અંતર સમાન હોય તેને સમચતુરગ્ન સંસ્થાન કહે છે, તેમજ જેની શરીર રચના શાસ્ત્રમાં કથિત પ્રમાણાનુસાર પ્રમાણોપેત–સપ્રમાણ હોય તેને સમચતુરસ સંસ્થાન કહે છે. (૨) ન્યગ્રોધ પરિમંડળ- ન્યગ્રોધ = વટવૃક્ષ. જેમ વટવૃક્ષનો ઉપરનો ભાગ સુંદર વિસ્તીર્ણ હોય છે અને નીચેનો ભાગ હીન હોય છે, તેમ જે શરીરમાં નાભિથી ઉપરનો ભાગ સપ્રમાણ હોય અને નાભિથી નીચેનો ભાગ લક્ષણહીન હોય, તેને ચગ્રોધપરિમંડળ સંસ્થાન કહે છે. (૩) સાદિ સંસ્થાન – સાદિ શબ્દગત આદિ શબ્દ નાભિથી નીચેના ભાગનો વાચક છે. નાભિથી નીચેનો ભાગ પ્રમાણોપેત હોય અને નાભિથી ઉપરનો ભાગ હીન હોય, તે સાદિ સંસ્થાન કહે છે. કોઈ આચાર્ય સાચી સંસ્થાન કહે છે. સાચી એટલે શાલ્મલી (સેમટ) વૃક્ષ. શાલ્મલી વૃક્ષનું થડ અતિપુષ્ટ હોય છે અને તેનો ઉપરનો ભાગ વિશાળ કે પુષ્ટ હોતો નથી, તે જ રીતે જે શરીરનો અધોભાગ પરિપુષ્ટ (પરિપૂર્ણ) હોય અને ઉપરનો ભાગ હીન હોય, તે સાચી સંસ્થાન છે. (૪) વામન સંસ્થાન-જે શરીરના છાતી, પેટ આદિ અવયવ પ્રમાણોપેત હોય, પરંતુ હાથ-પગ આદિ અવયવ હીન હોય, તે વામન સંસ્થાન છે. (૫) કુજ સંસ્થાન- જે શરીરના મસ્તક, ગર્દન, હાથ-પગ આદિ અવયવ પ્રમાણોપેત હોય પરંતુ વક્ષસ્થળ (છાતી) પેટ આદિ બેડોળ હોય, ખંધ વગેરે નીકળવાના કારણે કુબડો હોય, તે કુન્જ સંસ્થાન છે. () હુડ સંસ્થાન– જે શરીરના સર્વ અંગોપાંગ બેડોળ હોય,