________________
એકવીસમ પદઃ અવગાહના સંસ્થાન
[ ૧૧ |
તથા (પ૮) તેના પર્યાપ્ત-અપર્યાપ્ત અને (૭) સમુચ્ચય ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા (૮–૯) તેના પર્યાપ્ત-અપર્યાપ્ત. આ રીતે નવ આલાપક થાય છે. ३१ जलयर-तिरिक्खजोणिय-पंचेंदियओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते? गोयमा ! छव्विहसंठाणसंठिए पण्णत्ते, तं जहा- समचउरसे जाव हुंडे। एवं पज्जत्तापज्जत्ताण वि । सम्मुच्छिमजलयरा हुंडसंठाणसंठिया । एएसिं चेव पज्जत्ता-पज्जत्तगा वि एवं चेव । गब्भवक्कंतियजलयरा छव्विहसंठाण संठिया। एवं पज्जत्ता-अपज्जत्तगा वि ।
एवं थलयराण वि णव सुत्ताणि । एवं चउप्पयथलयराण वि उरपरिसप्पथलयराण वि भुयपरिसप्पथलयराण वि । एवं खहयराण वि णव सुत्ताणि, णवरंसव्वत्थ सम्मुच्छिमा हुंडसंठाणसंठिया भाणियव्वा, इयरे छसु वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જળચર તિર્યચપચંદ્રિય ઔદારિક શરીરનું સંસ્થાન કેવું છે? ઉત્તર-હે ગૌતમ! તે શરીરના છએ પ્રકારના સંસ્થાન હોય છે, યથા– સમચતુરન્સ યાવત હુંડ સંસ્થાન. આ જ રીતે તેના પર્યાપ્ત-અપર્યાપ્ત ઔદારિક શરીરના પણ છ પ્રકારના સંસ્થાન છે.
સંમર્ણિમ જળચર ઔદારિક શરીરનું ફંડ સંસ્થાન છે. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીરનું પણ હુંડ સંસ્થાન છે. ગર્ભજ જળચર ઔદારિક શરીરના છ પ્રકારના સંસ્થાન છે. આ જ રીતે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીરોના પણ છ સંસ્થાન છે. આ જ રીતે સ્થળચરોના પણ નવ સૂત્ર છે. આ જ રીતે ચતુષ્પદ સ્થળચર, ઉરપરિસર્પ સ્થળચર અને ભુજપરિસર્પ સ્થળચર ઔદારિક શરીર સંસ્થાનોના નવ-નવ સૂત્ર છે.
આ જ રીતે ખેચરોના પણ નવસૂત્રો જાણવા જોઈએ.વિશેષતા માત્ર એ છે કે પાંચે પ્રકારના સચ્છિમ તિર્યંચોના ઔદારિક શરીરોનું હુંડ સંસ્થાન હોય છે અને પાંચ પ્રકારના ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના છ સંસ્થાન હોય છે. ३२ मणूसपंचेंदियओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ?
गोयमा ! छव्विहसंठाणसंठिए पण्णत्ते, तं जहा- समचउरंसे जाव हुंडे । पज्जत्ता-पज्जत्ताण वि एवं चेव । गब्भवक्कतियाणं वि एवं चेव । पज्जत्ताअपज्जत्तगाण वि एवं चेव । सम्मुच्छिमाणं पुच्छा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય પંચેદ્રિય દારિક શરીરનું સંસ્થાન કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરના છ પ્રકારના સંસ્થાન છે, જેમ કે– સમચત્રસ થાવત હંડ સંસ્થાન. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત શરીરના પણ છ સંસ્થાન જાણવા જોઈએ. ગર્ભજ મનુષ્ય ઔદારિક શરીર તથા તેના પર્યાપ્ત અને અપર્યાપ્તના પણ છ સંસ્થાન સમજવા. સંમૂર્છાિમ મનુષ્યોનું ઔદારિક શરીર હંડ સંસ્થાનથી સંસ્થિત હોય છે. સમુદ્ઘિમ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે.