________________
એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
एवं भुयपरिसप्पा वि सम्मुच्छिम-गब्भवक्कंतिय-पज्जत्त-अपज्जत्ता । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે– સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ઉર:પરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેંદ્રિય ઔદારિક શરીર.
સંમૂર્છાિમના બે પ્રકાર છે– અપર્યાપ્તા સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચંદ્રિય ઔદારિક શરીર અને પર્યાપ્તા સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેંદ્રિય ઔદારિક શરીર. આ જ રીતે ગર્ભજ ઉરપરિસર્પના પણ અપર્યાપ્તા અને પર્યાપ્તા રૂપ બે ભેદ થાય છે. આ જ રીતે ભુજપરિસર્પના પણ સંમૂર્છાિમ-ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ ચાર ભેદ થાય છે. १७ खहयर-तिरिक्खजोणिय-पंचेंदिय-ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा! दुविहे पण्णत्ते, तं जहा- सम्मुच्छिमा य गब्भवक्कंतिया य । सम्मुच्छिमा दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्ता य अपज्जत्ता य । गब्भवक्कतिया वि पज्जत्ता य अपज्जत्ता य ।। ભાવાર્થ:- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! તેના બે પ્રકાર છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. સંમૂર્છાિમ ખેચર ઔદારિક શરીરના બે પ્રકાર છે–પર્યાપ્તા અને અપર્યાપ્તા. આ જ રીતે ગર્ભજ ખેચરના પણ પર્યાપ્તા અને અપર્યાપ્તા આ બે પ્રકાર થાય છે. |१८ मणूसपंचेंदियओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- सम्मुच्छिममणूसपचेदियओरालियसरीरे य गब्भवक्कतिय-मणूसपंचेंदिय-ओरालियसरीरे य । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! મનુષ્ય પંચેદ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! તેના બે પ્રકાર છે– સંમૂર્છાિમ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ મનુષ્ય પચંદ્રિય ઔદારિક શરીર. |१९ गब्भवक्कंतिय-मणूसपंचेंदिय-ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा !दुविहे पण्णत्ते,तं जहा- पज्जत्तग-गब्भवक्कतियमणसपंचेदिय-ओरालियसरीरे य अपज्जत्तग-गब्भवक्कतिय-मणूसपचेदिय-ओरालियसरीरे य। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! તેના બે પ્રકાર છે– પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય પંદ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્તા ગર્ભજ મનુષ્ય પંચેદ્રિય ઔદારિક શરીર. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઔદારિકશરીરના ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે. મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોને દારિક શરીર હોય છે, તેથી એકેન્દ્રિયથી પચેંદ્રિય સુધીના