________________
ર
એકવીસમું પદ : અવગાહના-સંસ્થાન
7/PPE
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
પદના વિષયોઃ
१
/////////////
विहि संठाण पमाणं, पोग्गलचिणणा सरीरसंजोगो । दव्वपएसप्पबहुं, सरीरओगाहणप्पबहुं य ॥
ભાવાર્થ -- (ગાથાર્થ ) આ એકવીશમા પદના સાત દ્વાર છે– (૧) વિધિ (૨) સંસ્થાન (૩) પ્રમાણ (૪) પુદ્ગલચયન (૫) શરીર સંયોગ (૬) દ્રવ્ય-પ્રદેશોનું અલ્પબહુત્વ અને (૭) શરીરાવગાહનાનું અલ્પબહુત્વ. આ સાત દ્વારોથી શરીર સંબંધી વર્ણન છે.
(૧) વિધિદ્વાર :
૨ ફ ળ ભતે ! સરીયા પળત્તા ? નોયના ! પંચ સરીયા પળત્તા, તં નહીંઓરાતિ, વેમ્બિ, આહાર૫, તેય, જન્મમ્ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! શરીરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક શરીર (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્મણ શરીર.
વિવેચન :
નીર્વતે શીર્વતે કૃતિ શરીરઃ । જે જીર્ણ—જૂનું થાય, શીર્ણ—પુદ્ગલ ક્ષીણ થાય તે શરીર અર્થાત્ નિરંતર જર્જરિત થાય, શીર્ણ થાય તે શરીર કહેવાય છે.
(૧) ઔદારિક શરીર :– ઔદારિક શબ્દ–ઉદાર શબ્દથી બન્યો છે. ઉદાર શબ્દના ચાર અર્થ છે– (૧) ઉદાર-પ્રધાન, (૨) ઉદાર-વિશાળ, વિસ્તૃત, (૩) ઉદાર=માંસ, મજ્જા, હાડકા વગે૨ે (૪) ઉદાર—સ્થૂલ.
(૧) અન્ય શરીરોમાં જે શરીર પ્રધાન હોય તે ઔદારિક શરીર કહેવાય છે. તીર્થંકરો, ગણધરો આદિ ચરમ શરીરી જીવોને આ શરીર હોય છે તથા ઔદારિક શરીર દ્વારા જ જીવ મુક્તિગમનમાં સહાયક એવી સંયમ સાધના કરી શકે છે, માટે અન્ય શરીરોમાં તે પ્રધાન છે (૨) ઔદારિક શરીરની અવગાહના અન્ય શરીર કરતાં વધુ મોટી હોય છે. વનસ્પતિકાયિક અને જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. વૈક્રિય શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની છે, જોકે ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના લાખ યોજનની છે પણ તે અલ્પકાળ માટે જ હોય છે, ભવપર્યંત રહેતી નથી તેથી તેની ગણના ન કરતાં ઔદારિક શરીર જ અન્ય શરીરોમાં વિશાળ હોવાથી તેને ઉદાર-ઔદારિક શરીર કહેવામાં આવે છે. (૩) માંસ, હાડકા, સ્નાયુ વગેરેથી બદ્ધ શરીર ઔદારિક શરીર કહેવાય છે. પાંચ શરીરમાંથી એક માત્ર ઔદારિક શરીર જ માંસ, મજ્જા, લોહી વગેરેથી બનેલું હોય છે. (૪) ઔદારિક શરીર વૈક્રિયાદિ શરીરોની અપેક્ષાએ ઉદાર-સ્થૂલ પુદ્ગલોથી બનેલું હોવાથી તે ઔદારિક શરીર કહેવાય છે. આ શરીર મનુષ્ય અને તિર્યંચોને હોય છે.