________________
એકવીસમું પદ: અવગાહના સંસ્થાન
(૨) વૈકિય શરીરઃ- જે શરીર દ્વારા વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ થઈ શકે, નાના-મોટા, દશ્ય-અદશ્ય આદિ અનેક રૂપ થઈ શકે, તે વૈક્રિય શરીર કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) ભવ પ્રત્યયિક. (૨) લબ્ધિ પ્રત્યયિક. (૧) જે વૈક્રિય શરીર ભવના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે તે ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. (૨) જે. શરીર વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી વૈક્રિય પુદ્ગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. લબ્ધિપ્રત્યયિકવૈક્રિય શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. ભવપ્રત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને હોય છે. (૩) આહારક શરીર :- ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજન માટે પોતાને પ્રાપ્ત આહારક લબ્ધિના પ્રયોગથી જે શરીરનું નિર્માણ કરે છે, તે આહારક શરીર કહેવાય છે. આહારક લબ્ધિ પ્રાપ્ત મુનિને જ્યારે કોઈપણ જિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત કરવાનું હોય અને તે સમયે પોતાના ક્ષેત્રમાં કેવળજ્ઞાની ભગવંત ન હોય, અન્યક્ષેત્રમાં હોય, જ્યાં ઔદારિક શરીરથી પહોંચી શકાય તેમ ન હોય, ત્યારે મુનિ લબ્ધિ વિશેષથી અતિ વિશદ્ધ, સ્ફટિક સમાન નિર્મળ એક હાથનું શરીર બનાવીને તે શરીર દ્વારા તે ક્ષેત્રમાં જઈને તીર્થકર કે કેવળી ભગવાન પાસેથી સમાધાન મેળવે છે, તે શરીર આહારક શરીર કહેવાય છે. આ શરીરનું નિર્માણ પ્રમત્ત સંયત, છઠ્ઠા ગુણસ્થાનવર્લી મુનિ ચાર કારણે કરે છે, યથા– (૧) પ્રાણીદયા (૨) તીર્થકરોની ઋદ્ધિ દર્શન (૩) છદ્મસ્થોપગ્રહ (૪) સંશય નિવારણ. (૪) તેજસ શરીર :- સ્થલ શરીરની દીપ્તિ અને પ્રભાનું જ કારણ છે તે તૈજસ શરીર છે. તે સુક્ષ્મ શરીર છે. તૈજસ શરીર તેજોમય હોવાથી ભોજનને પચાવે છે. તે બે પ્રકારનું છે– (૧) અનિસરણાત્મક સ્કૂલ શરીરની સાથે રહીને જે આહારના પાચનનું કાર્ય કરે, તે અનિઃસરણાત્મક તૈજસ શરીર કહેવાય છે. તે ઔદારિક, વૈક્રિય, આહારક શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. અનિઃસરણાત્મક તૈજસ શરીર સર્વ સંસારી જીવોને અવશ્ય હોય છે. (૨) નિસરણાત્મક- તેજોલબ્ધિના પ્રયોગથી થતું તૈજસ શરીર નિઃસરણાત્મક છે, તેજોલબ્ધિવાન પુરુષ પોતાના શરીરમાંથી તેજોમય પુદ્ગલોનો પ્રક્ષેપ અન્ય પર કરે છે. ત્યારે જે શુભ છે તે શાંતિ વગેરેનું કારણ બને છે અને જે અશુભ છે તે અશાંતિ વગેરેમાં કારણ બને છે. આ નિઃસરણાત્મક લબ્ધિપ્રત્યયિક તૈજસ શરીર તેજોલબ્ધિવાન તિર્યચ, મનુષ્ય અને દેવોને હોય છે. (૫) કામણ શરીર - આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા ઔદારિક વગેરે શરીરનું જે કારણ છે તે કાર્મણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે.
આ પાંચે શરીરોમાં ઔદારિક શરીર સ્વલ્પ પુદ્ગલોનું બને છે અને તે સૌથી વધુ સ્કૂલ છે અર્થાત્ તેમાં પોલાણ ભાગ વધુ છે. ત્યાર પછીના શરીરો ક્રમશઃ સૂક્ષ્મ-સૂક્ષ્મતર અને અધિક અધિકતર પુગલોના બનેલા હોય છે. અંતિમ ત્રણે શરીર ચર્મચક્ષુથી દષ્ટિગોચર થતા નથી, પરમાવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ તેને જોઈ શકે છે. વૈક્રિય શરીર ચર્મચક્ષુથી દશ્ય અને અદશ્ય બંને પ્રકારના હોય છે.
સર્વ સંસારી જીવોને તેની પ્રત્યેક અવસ્થામાં તૈજસ-કાશ્મણ શરીર હોય છે. એક ભવનું આયુષ્ય પૂર્ણ થતાં જીવનું ઔદારિક કે વૈક્રિય રૂ૫ સ્થૂલ શરીર છૂટી જાય છે ત્યારે તૈજસ-કાશ્મણ શરીર સહિત જીવ અન્ય ગતિમાં જાય છે અને ત્યાં તૈજસ-કાર્પણ શરીર સહિત જીવનો જન્મ થાય છે. ત્યાર પછી જીવ પોતાની ગતિ અનુસાર ઔદારિક કે વૈક્રિય શરીરનું નિર્માણ કરે છે. આ પ્રકારનું ચક્ર ચાલ્યા જ કરે છે, અંતે જ્યારે જીવસિદ્ધ થાય, ત્યારે સૂક્ષ્મ અને સ્કૂલ સર્વ શરીરો છૂટી જાય છે.
ઔદારિક શરીરના ભેદ-પ્રભેદ:| ३ ओरालियसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं