________________
ભર્યા વંદન !!
આગમ સંપાદનના અપદક છતાં સર્વે સર્વા આગમ મનીષી પૂ. બા.. શ્રી ત્રિલોકમુનિ મ.સા. કે જેઓના પિતૃહદયે મારા પ્રતિ હંમેશ પત્રીવત ભાવના રહી છે. પ્રધાન સંપાદિકા ગુરુણીમૈયા પૂબા. બ્ર. લીલમબાઈ મ.સ. તથા સહસંપાદિકા શ્રુતજ્ઞાનના મારા ભૂતપૂર્વ સહાધ્યાયી સાધ્વી શ્રી ડૉ. આરતીજી અને શ્રી સુબોધિકાજી આદિ સંપાદક મંડળે આ આગમને પારસ સ્પર્શ આપી સો ટચનું સુવર્ણ બનાવ્યું છે. તેઓશ્રીને મારા અહોભાવપૂર્વકના વંદન.
આ ભગીરથ કાર્યમાં મારા ક્ષણેક્ષણના મૂક સાથી, સહયોગી પીઠબળસમા પૂ. બા. બ્ર. પ્રિયદર્શનાબાઈ મ., શ્રી વિદુબાઈ મ. અને શ્રી રૂપલબાઈ મ. ને પણ મારા ભાવભર્યા વંદન. આ તકે મારા પરમ હિતસ્વી પૂ. બા.બ્ર. શ્રી ઉર્મિબાઈ મ. ના ઉપકારને પણ હૃદયથી વંદુ છું.
ઘાટકોપર હિંગવાલા સ્થા. જૈન સંઘ સંચાલિત શ્રમણી વિદ્યાપીઠના પિતૃવત્સલ મોટા પંડિતજી શ્રીમાન શોભાચંદજી ભારિલ્લ તેમજ નાના પંડિતજી શ્રી રોશનલાલજી જૈન, આ બંને પંડિતોનો જ્ઞાનના ક્ષેત્રે મારી શ્રુતદષ્ટિ ખોલવામાં મહત્વનો ફાળો છે, મારા માટે તેઓશ્રીનો ઉપકાર અવિસ્મરણીય છે.
જેઓએ અપાર વાત્સલ્ય સહ ઉત્તમ સંસ્કાર તેમજ ધર્મભાવનાના બીજનું મારામાં વાવેતર કર્યું છે, એવા માત-સાત સ્વ. શ્રી લીલાવંતીબેન અને સ્વ. શાંતિલાલ મૂળચંદ ટીંબડીયાની હું માવજીવન ઋણી છું.
શરૂઆતથી લઈને અંત સુધી મારા કાર્યને વેગ આપવામાં તથા ભાષા દોષને શુદ્ધ કરી સજાવી કડીબદ્ધ કરવામાં સહયોગી સાક્ષર ડૉ. શ્રી રસિકભાઈ મહેતા (જગડુશા-ઘાટકોપર) તથા શ્રી અશોકભાઈ જયંતિલાલ અજમેરા (રાજાવાડીઘાટકોપર) એવં ચાર્ટ અને ચિત્ર તૈયાર કરવામાં સહયોગ આપનાર સ્વ. અંજનીબેન કિરીટકુમાર પરીખ(મુલુંડ)નો સહકાર પણ ભૂલાય તેમ નથી.
આ તબક્કે ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા આગમનું પ્રકાશન કરી રહેલા ભામાશા શ્રી રમણિકભાઈ શાહ, પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા મદ્રક શ્રી નેહલભાઈને મારા હાર્દિક સાધુવાદ સહ ધન્યવાદ છે.
વૃત્તિકાર આચાર્ય શ્રી મલયગિરિ, યુવાચાર્ય મધુકર મિશ્રીમલજી મ.સા. તથા પૂજ્યવર શ્રી જ્ઞાનમુનિ મ.સા. આદિ પ્રતિ પણ અનુગ્રહિત છું.
-
58