________________
એમાં સૌ પ્રથમ ઉપકારી છે શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને શ્રી ગણધર ભગવંતો. એમની કૃપા થકી જ મને ગળથૂથીમાં શ્રુત–ચારિત્રરૂપ દ્વિધારમય જયવંતુ જિનશાસન મળ્યું.
પૂર્વજ્ઞાની શ્રી શ્યામાચાર્યનું આ સંકલન વારસામાં મળ્યું. પૂજ્યપાદ શ્રી ડુંગર– જય–માણેક—પ્રાણ ગુરુ સમા ગુણનિધાન ચારિત્ર સંપન્ન મહાપુરુષોનું ઉજ્જવળ ગુરુકુળ સાંપડ્યું. તપ સમ્રાટ—તપોધની પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. ના શ્રીમુખેથી ચારિત્ર રત્ન અને વાત્સલ્ય ભરપૂર શિષ્યત્વ લાધ્યું. આવા દેવાધિદેવ અને દેવસ્વરૂપ મહાપુરુષોના શ્રી ચરણે આસ્થાભર્યા અંતરના વંદન !!!
ગશિરોમણી પરમદાર્શનિક અમારી અણમોલી અમાનત પૂ.બા.બ્ર. શ્રી જયંતિમુનિજી મ. સાહેબે સોનામાં સુગંધ મેળવી આ આગમને એક નૂતન ‘અભિગમે’ મંડિત કરી આપ્યું. ગુજરાત કેસરી, ગચ્છ ગરિમા, વાણીભૂષણ બા.બ્ર. પૂ. શ્રી ગિરીશમુનિ મ.સા, આગમ દિવાકર બા. બ્ર. પૂ. શ્રી જનકમુનિ મ.સા. તથા નિડરવક્તા પૂ.જગદીશમુનિ મ.સા. કે જેઓએ મને હંમેશાં અમી નજરે નિહાળી છે, તે સર્વ પૂજ્યશ્રીઓએ સમયે-સમયે હિત શિક્ષાઓનું દાન કર્યું છે.
આ ભાષાનુવાદના કાર્યનો શુભારંભ જેઓના વાત્સલ્ય વિવેક ભર્યા સાંનિધ્યમાં થયો, મારા મહદ્ ભાગ્યે જેમનું આજ્ઞા સાંનિધ્ય મળ્યું, જેઓના અંતરના આશીર્વાદ નિરંતર અનુભવું છું એવા અધ્યાત્મ યોગીરાજ ધ્યાન સાધક પૂ. બા. બ્ર. શ્રી હસમુખમુનિ મ.સા. તપસ્વીરત્ન સરળમના બા. બ્ર. પૂ. શ્રી ગજેન્દ્રમુનિ મ.સા. અને શાસન અરૂણોદય પૂ. બા. બ્ર. નમ્રમુનિ મ.સા. આદિ સર્વ ગુરુ બંધુઓને તો હું શું વીસરું ? એમની પણ સદા સદ્ભાવના રહી છે.
સંસ્કારદાત્રી ગુરુમાતામહી મંગલમૂર્તિ પૂજ્યવરા શ્રી મુક્તાબાઈ મ.અને અપ્રમત્તભાવ સેવી મારા ખાસ ઉપકારી ભાવયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મ. એ મારામાં અપૂર્વ સંસ્કારોનું સિંચન કર્યું છે. આ આગમ અનુવાદ ભાવનાના ઉદ્ભાવિકા પૂ. બા. બ્ર. ઉષાબાઈ મ.સ.નું ઋણ મારા અંતરમાં અંકિત છે.
મારા પરમ ઉપકારી ગુરુગ્ણીમૈયા જેઓના હૃદયે મારા માટે સ્નેહની અજસ સરવાણી વહી રહી છે, જેઓએ મને હંમેશાં ઉત્તમ કાર્યો પ્રતિ પ્રેરી છે, પ્રશંસી છે, મારી હર ભાવનાના સાક્ષી પૂ. બા. બ્ર. શ્રી ભારતીબાઈ મ. સ. (બાપજી)ની મમતાએ મને સંયમની વાટ દેખાડી છે, પ્રત્યક્ષ પરોક્ષ પ્રેરણાદાત્રી એવા મમ સહોદરી અને ગુરુભગિની સ્વ. પૂ. બા. બ્ર. હર્ષિદાબાઈ મ.સ. આદિ સર્વ ગુરુતત્ત્વના શ્રી ચરણે શ્રદ્ધા
57