________________
સંયત-અસંયત, સંયતાસંયત અને નોસંયત-નોઅસંયત જીવોનું, તેત્રીસમા અવધિ પદમાં અવધિજ્ઞાન અને તેના વિષય, સંસ્થાન આદિ વિગતોનું આકલન છે.
ચોત્રીસમા પરિચારણા પદમાં દેવોની પરિચારણાને જ પ્રાધાન્ય આપીને વિષય વર્ણન છે.
પાંત્રીસમા વેદના પદમાં વિવિધ પ્રકારે વેદનાના ભેદ પ્રભેદોનું કથન કરીને ચોવીસ દંડકના જીવોને પ્રાપ્ત થતી વેદનાઓનું વર્ણન છે.
છત્રીસમાં સમુદ્દઘાત પદમાં સાત સમુઘાત તથા ચાર કષાય સમુઘાતનું સ્વરૂપ અને ૨૪ દંડકના જીવોને ૨૪ દંડકના જીવપણે પ્રાપ્ત થતા સૈકાલિક સમુદ્યાતોનું નિરૂપણ છે. અંતે મોક્ષગામી જીવોને અવશ્ય થતું આયોજીકરણ, યોગનિરોધ અને સિદ્ધ ગતિનું કથન કરીને અંતિમ મંગલ ભાવથી ભરેલું આ શાસ્ત્ર પૂર્ણ થાય છે.
આ રીતે પ્રથમ પદમાં સંસારી જીવોના ભેદ પ્રભેદથી પ્રારંભ થયેલું આ શાસ્ત્ર, સંસારી જીવોની વિવિધ પરિસ્થિતિઓને વિવિધ પ્રકારે દર્શન કરાવીને અંતે જીવના શબ્દ સ્વરૂપની પ્રાપ્તિપર્યંતનો બોધ કરાવે છે. તેમાંથી સાધક સ્વયની સ્થિતિ નિશ્ચિત કરીને આત્મવિકાસના એક એક સોપાનોને સર કરતાં અંતે સમસ્ત કર્મોનો આત્યંતિક નાશ કરીને અંતક્રિયા કરી શકે છે, તે જ સૂત્રકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે. કૃતજ્ઞતાઃ વંદન - વિ. સં. ૨૦૫૪ એટલે સૌરાષ્ટ્ર કેસરી મહામહિમ પૂજ્યપાદ દાદા ગુરુદેવ શ્રી પ્રાણગુરુદેવનું જન્મ શતાબ્દી વર્ષ. આ પાવન વર્ષને ચિર સ્મરણીય બનાવવા પ્રાણ પરિવારના સંત-સતીજીઓના ઉત્સાહભર્યા સહિયારા પુરુષાર્થે અને આગમમનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ.સા, પ્રધાન સંપાદિકા મમ માતામહી ગુણીમૈયા ભાવયોગિની પૂ. બા.બ્ર. લીલમબાઈ મ., સહયોગી સંપાદક, પ્રકાશક તથા દાતાઓના તત્ત્વાવધાનમાં એક પછી એક આગમોના અભિનવ સંપાદિત સંસ્કરણો પ્રકાશિત થઈ રહ્યા છે. તે આગમોની શૃંખલામાં કડી રૂપે જોડાવા શ્રી પ્રજ્ઞાપના સુત્ર ભાગ-૧, ૨ અને ત્યાર પછી ત્રીજો ભાગ જ્યારે સાકાર થઈ રહ્યો છે ત્યારે એક-એક કૃપાળુઓની કૃતજ્ઞતા સ્મૃતિ મારા હૃદયને ભીંજવતી જાય છે, આ અનુસંધાને શાસનપતિથી લઈને શ્રુતશાસન સેવકોના આશિષ, સહકાર, સંસ્કારોને તો હું કેમ વિસરી શકું !!
જિનાગમો આત્મ સુધારણા અને આત્મપ્રાપ્તિના અમૂલ્ય દસ્તાવેજો છે. એમાં પણ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર દષ્ટિવાદ સૂત્રની ‘લઘુતમ આવૃત્તિ' કહેવાય છે. આવા ગૂઢતમ આગમ અનુવાદનું મહત્તમ કાર્ય મારા સંવિભાગે આવ્યું અને એ કાર્ય સંપન્ન થયું,
56