________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી સુધાબાઈ મ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ભાગ-૩માં ૨૧ થી ૩૬ પદનો સમાવેશ કર્યો છે. તેમાં મુખ્યત્વે જીવોના સંસાર પરિભ્રમણના મૂળભૂત કારણરૂપ કર્મ વિષયક વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત સંસારી જીવોથી સંબંધિત અવગાહના, આહાર, સમુદ્યાત, વેદના, વેશ્યા, ઉપયોગ વગેરે વિષયોનું સંકલન છે.
એકવીસમા અવગાહના સંસ્થાન પદમાં ૨૪ દંડકના જીવોને પ્રાપ્ત થયેલા શરીરોની અવગાહનાનું નિરૂપણ છે, તેમાં તૈજસ-કાશ્મણ શરીરની અવગાહના મારણાંતિક સમુદ્યાતની અપેક્ષાએ છે.
બાવીસમા ક્રિયાપદમાં કાયિકી આદિ પાંચ ક્રિયા તથા આરંભિકી આદિ પાંચ ક્રિયા, ચોવીસ દંડકના એક-અનેક જીવોને પરસ્પર અન્ય જીવોના સંબંધથી લાગતી ક્રિયાઓનું સ્પષ્ટીકરણ છે.
ત્રેવીસમા કર્મપ્રકૃતિપદમાં કર્મની બંધ યોગ્ય આઠ મૂળ પ્રકૃતિ તથા ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓ અને તેની બંધ સ્થિતિ, અબાધાકાલ અને કર્મની વિપાક યોગ્ય પ્રકૃતિઓનું વિસ્તૃત વર્ણન છે.
ચોવીસમા કર્મબંધ-બંધપદ, પચીસમા કર્મબંધ-વેદપદ, છવ્વીસમા કર્મવેદબધપદ, સત્તાવીસમાં કર્મવેદ-વેદપદ, આ ચારે ય પદમાં કર્મબંધ અને વેદનના પરસ્પર સંબંધોને ચોવીસ દંડકના જીવોમાં સમજાવ્યા છે.
અઠ્ઠાવીસમા આહારપદમાં સંસારી જીવોનો આભોગ-અનાભોગ નિર્વર્તિત આહાર, તેનું પરિણમન તથા ૧૩ દ્વારના માધ્યમથી જીવોમાં આહારકઅનાહારકપણાનું તથા તેના વિવિધ વિકલ્પોનું વિસ્તૃત વર્ણન છે.
ઓગણત્રીસમા ઉપયોગપદમાં બાર પ્રકારના ઉપયોગનું તથા ત્રીસમાં પશ્યતા પદમાં નવ પ્રકારના પશ્યતાઓનું કથન છે.
એકત્રીસમાં સંજ્ઞીપદમાં સંશી-અસંશી જીવોનું, બત્રીસમા સંયત પદમાં
0
55