________________
અર્થનો યથોચિત સમન્વય કરવો, તે જ સંપાદનનો પ્રાણ છે.
સૂત્રપાઠ અનુસાર ભાવાર્થ, વિવેચન, કોષ્ટકો, ચાર્ટ, આકૃતિ આદિ વિવિધ પદ્ધતિઓ દ્વારા આગમના ભાવોને આગમના સ્વાધ્યાયીઓ સુધી પહોંચાડવાનો અમે અલ્પ ક્ષયોપશમે પુરુષાર્થ માત્ર કર્યો છે. વાચકો ઉત્સાહપૂર્વકના વાંચન દ્વારા અમારા કાર્યને વધાવી રહ્યા છે, તેનો અમોને આનંદ છે.
આગમ સંપાદન કાર્ય પૂર્ણતા તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે પ્રતિક્ષણ, તન-મન અને રોમેરોમ ગુરુકૃપાના અલૌકિક સામર્થ્યનો સ્વીકાર કરે છે. મહામૂલા સંયમી જીવનમાં પોતાના પાવન સાંનિધ્યમાં આગમ વાંચના કરાવીને અમોને આ મહત્તમ કાર્ય માટેની યોગ્યતા પ્રદાન કરનાર અનંત ઉપકારી તપોધની ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ની પ્રેરણાનો પરિપાક, તે જ અમારી સફળતા છે.
તીક્ષ્ણ પ્રજ્ઞાધારક, અપ્રમત્તયોગી પુ.ત્રિલોકમુનિજી મ.સા. અમારી સફળતાનો સદ્ધર સથવારો છે. જેમના નેતૃત્વમાં આગમ પ્રકાશનનું આ અનુપમ કાર્ય થઈ રહ્યું છે તેવા મહાપુણ્યવાન, મુખ્ય સંપાદિકા ભાવયોગિની ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ.નું નેતૃત્વ જ અમોને પ્રતિદિન નૂતન પ્રેરણા આપી રહ્યું છે.
અહર્નીશ અમારા શ્રમના કેવળ સાક્ષી જ નહીં પરંતુ અમારા કાર્યમાં સર્વાશે સહયોગી ઉપકારી ગુણીમૈયા પૂ. વીરમતીબાઈ મ. શ્રુતસેવાની અનુમોદનાનો મહાન લાભ લઈ રહ્યા છે. ગુરુકુલવાસી પૂ. બિંદુબાઈ મ. આદિ સર્વ સતીજીઓની સદ્ભાવના અમારો ઉત્સાહ છે. અંતે ઉપકારી માત–તાતના સંસ્કાર સિંચનને સદા ય સ્મરણમાં રાખીને વિરામ પામીએ છીએ.
આગમ સંપાદનમાં જિનાજ્ઞાથી ઓછી અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય, તો પંચપરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ ત્રિવિધે–ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ.
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-સાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા
દેવગુન્ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.